Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.. આજે વહેલી સવારથીજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા એટલું જ નહીં. ભારે આંધી સાથે પવન ફૂંકાયો હતો.. જે બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો..શહેરના બોપલ, ઘૂમામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.....
અમદાવાદના વાતાવરણમાં પલટો  ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
Advertisement

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.. આજે વહેલી સવારથીજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા

Advertisement

એટલું જ નહીં. ભારે આંધી સાથે પવન ફૂંકાયો હતો.. જે બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો..શહેરના બોપલ, ઘૂમામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.. જૂન મહિનાના પહેલાજ સપ્તાહમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે.

Advertisement

અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાથી વહેલી સવારે ટુ વ્હિલર પર નોકરી અથવા તો કામ અર્થે બહાર નીકળેલા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. પવનનું જોર એટલું હતું કે ટુ વ્હિલર ચાલકોને થોડીવાર માટે સાઇડમાં ઉભા રહી તોફાન શાંત થવાની રાહ જોવા મજબુર થવું પડ્યું હતું.

માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું.. હિંમતનગર અને ઇડરમાં ભારે પવન સાથે વાવાઝોડુ ફૂંકાયું હતું...અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો અરવલ્લીના મોડાસા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

Tags :
Advertisement

.

×