ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Strike : સરકારી સસ્તા અનાજ વેપારીઓની 1 નવેમ્બરથી હડતાલ : અનાજ વિતરણ સંપૂર્ણપણે રહેશે બંધ

Strike : સસ્તા અનાજના વેપારીઓ આવતીકાલથી હડતાલની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે તેમની માગોને નજરઅંદાજ કરવાના કારણે અનાજ વેપારી એસોસિએશનના રાજ્ય મહામંત્રી હિતુભાઈ જાડેજાએ હડતાલની જાહેરાત કરી છે. આ દરમિયાન રાજ્યભરમાં સંપૂર્ણપણે અનાજનું વિતરણ બંધ રહેશે. સસ્તા અનાજ વેપારીઓની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, વિતરણ પ્રક્રિયામાં સુધારા અને અન્ય વહીવટી મુશ્કેલીઓનું નિરાકરણ શામેલ છે.
09:20 PM Oct 31, 2025 IST | Mujahid Tunvar
Strike : સસ્તા અનાજના વેપારીઓ આવતીકાલથી હડતાલની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે તેમની માગોને નજરઅંદાજ કરવાના કારણે અનાજ વેપારી એસોસિએશનના રાજ્ય મહામંત્રી હિતુભાઈ જાડેજાએ હડતાલની જાહેરાત કરી છે. આ દરમિયાન રાજ્યભરમાં સંપૂર્ણપણે અનાજનું વિતરણ બંધ રહેશે. સસ્તા અનાજ વેપારીઓની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, વિતરણ પ્રક્રિયામાં સુધારા અને અન્ય વહીવટી મુશ્કેલીઓનું નિરાકરણ શામેલ છે.

સરકારી સસ્તા અનાજના વેપારીઓની Strike : રાજ્યમાં સસ્તા અનાજના વેપારીઓની લાંબા સમયની માંગણીઓને લઈને સરકારે કોઈ રાહત ન આપતાં સસ્તા અનાજ વેપારી એસોસિએશનના રાજ્ય મહામંત્રી હિતુભાઈ જાડેજાએ આવતીકાલથી, એટલે કે 1 નવેમ્બરથી અનાજ વિતરણ સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. વિડિયો સંદેશ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી રાજ્યભરના હજારો વેપારીઓમાં એકરૂપતા જોવા મળી છે, જેમાં એસોસિએશન સિવાય કોઈ વેપારી વાટાઘાટો કરશે નહીં અને હડતાલ સમેટી લેવામાં આવી હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યાં હોય, તે જોઈને વિતરણ ચાલું ન કરવાની હાંકલ કરી છે.

સસ્તા અનાજ વેપારીઓની માગોને નજર અંદાજ કરી

સસ્તા અનાજ વેપારીઓની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, વિતરણ પ્રક્રિયામાં સુધારા અને અન્ય વહીવટી મુશ્કેલીઓનું નિરાકરણ શામેલ છે. એસોસિએશનના મહામંત્રી હિતુભાઈ જાડેજાએ વિડિયોમાં જણાવ્યું કે, "સરકારે આપણી પડતર માંગણીઓને અવગણી છે, તેથી આવતીકાલથી વેપારીઓની હડતાલ શરૂ થશે. કોઈ પણ વેપારીએ રાજ્યમાં અનાજનું વિતરણ કરવાનું નથી." તેમણે વધુમાં કહ્યું કે, "હડતાલ વિશેના ખોટા મેસેજ કોઈએ ફેલાવવા નહીં. આવતીકાલથી અનાજ વિતરણ સંપૂર્ણ બંધ છે અને રહેશે."

લાખો ગરીબ અને ગ્રામીણ વસ્તીને થશે અસર

આ હડતાલથી રાજ્યભરની લાખો ગરીબ અને ગ્રામીણ વસ્તીને અસર થવાની શક્યતા છે, કારણ કે સસ્તા અનાજની દુકાનો દ્વારા જ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) હેઠળ અનાજનું વિતરણ થાય છે. એસોસિએશનના અન્ય અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ સરકાર સાથેના વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. આગાઉ પણ કમિશન વધારાના મુદ્દે વેપારીઓએ હડતાલની ધમકી આપી હતી, પરંતુ આ વખતે તે અમલમાં આવી રહી છે.

સરકારી વિભાગના અધિકારીઓએ હજુ સુધી આ મુદ્દે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી, પરંતુ તેઓ હડતાલને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ હડતાલથી અનાજ વિતરણ પ્રણાલી પર ગંભીર અસર પડવાની આશંકા વચ્ચે ગ્રાહકોમાં ચિંતાનો વાતાવરણ જોવા મળી રહ્યો છે. એસોસિએશનના વેપારીઓએ એકજૂથ થઈને આ નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યમાં અનાજની અછત જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો- Vav-Tharad : માતાને લાફો મારવાના મનદુઃખમાં ભાઈઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ, નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

Tags :
#CheapGrains#GrainDistribution#HitubhaJadeja#SastaAnajassociationgujaratnewsPDSstrike
Next Article