Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhattisgarh માં દિકરીએ રમકડું માનીને ઝેરી સાપને બચકું ભર્યું, પછી..

Chhattisgarh : બાળકીની માતા દીપિકાની તબિયત ખરાબ હોવાથી તેઓ આરામ કરી રહ્યા હતા. તે સમયે ઘરના સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા
chhattisgarh માં દિકરીએ રમકડું માનીને ઝેરી સાપને બચકું ભર્યું  પછી
Advertisement
  • છત્તીસગઢના બસ્તરમાં ગજબ ઘટના સામે આવી
  • 9 મહિનાની દિકરીએ રમકડું સમજીને ઝેરી સાપને બચકું ભરી દીધું
  • સાપનું મોત નીપજ્યું, દિકરી સ્વસ્થ જણાઇ

Chhattisgarh : છત્તીસગઢના બસ્તર (Chhattisgarh - Baster) જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જગદલપુર શહેરના પરાપા પોલીસ સ્ટેશન વિસ્તારના કોયનાર ગામમાં 9 મહિનાની માસૂમ માનવી કશ્યપે ઝેરી ક્રેટ સાપને રમકડું સમજીને દાંત વડે કરડી નાખ્યો (Girl Bite Krait Snake) હતો, બાદમાં સાપનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સાંભળીને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે.

Advertisement

એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા લાગ્યો

ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ, કોયનારમાં 13 ઓગસ્ટના રોજ માનવી ઘરના રૂમમાં રમી રહી હતી. માતા દીપિકાની તબિયત ખરાબ હોવાથી તેઓ આરામ કરી રહ્યા હતા. તે સમયે ઘરના અન્ય સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. માતાએ બાળકીને રૂમમાં રમવા માટે છુટ્ટી મુકી દીધી હતી. ત્યારે જ દરવાજા પાછળ છુપાયેલો એક ઝેરી ક્રેટ સાપ (Girl Bite Krait Snake) રૂમમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા લાગ્યો હતો.

Advertisement

જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી શકતું નથી

સાપને જતો જોઈને બાળકી માનવીએ તેને રમકડું સમજીને પકડી લીધો અને મોં વડે ચાવવાનું શરૂ કર્યું (Girl Bite Krait Snake) હતું. આ ઘટનામાં સાપ ત્યાં જ મરી ગયો હતો. આ ઘટના જોઈને માતા દીપિકા ગભરાઈ ગઈ હતી. ગામ લોકોનું કહેવું છે કે, છોકરી દ્વારા સાપને મારવાની ઘટના એ દર્શાવે છે કે, જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી શકતું નથી.

તરત જ પરિવારના સભ્યોને ફોન કર્યો

ડોક્ટરોના મતે છોકરીના દાંતના હુમલાથી સાપ (Girl Bite Krait Snake) થોડીવારમાં મરી ગયો હશે. સમગ્ર ઘટનાક્રમ અંગે માતા દીપિકાનું કહેવું છે કે, છોકરી અને સાપને જોયા પછી તે ડરી ગઈ હતી. જ્યારે તેણે આ દ્રશ્ય જોયું ત્યારે તે ગભરાઈ ગઈ, અને તરત જ પરિવારના સભ્યોને ફોન કર્યો હતો. બાદમાં પરિવાર તરત જ છોકરીને જગદલપુરની હોસ્પિટલમાં લઈ ગયો હતો.

ગામના લોકો માટે માન નાની સિંહણ

ડોક્ટરો દ્વારા 24 કલાકની દેખરેખમાં માનવી સંપૂર્ણપણે સલામત અને સ્વસ્થ મળી આવી હતી. બીજા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે ગામના લોકો માનવીને પ્રેમથી નાની સિંહણ કહી રહ્યા છે, જેણે ડર્યા વિના ક્રેટ જેવા ખતરનાક સાપ (Girl Bite Krait Snake) નો સામનો કર્યો અને જીતી ગઈ હતી. આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો ---- લાલ કિલ્લાની એક તસ્વીરે લોકોના દિલ જીત્યા, નાના જીવની દેશભક્તિ છવાઇ

Tags :
Advertisement

.

×