Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur: બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની થઈ રચના, ક્યારે થઈ શકે છે ચૂંટણી?

Chhota Udepur ના બોડેલી નગરપાલિકાની વોર્ડ રચના જાહેર થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાંચ ગ્રામ પંચાયતોને ભેળવીને કુલ 7 વોર્ડની રચના થઈ છે, જેમાં 28 સભ્યો સત્તા સંભાળશે. કુલ બેઠકોમાં 14 સામાન્ય, 8 પછાત વર્ગ, 5 અનુ. આદિજાતિ અને 1 અનુ. જાતિ માટે અનામત છે. 21 નવેમ્બરે રચના જાહેર થયા બાદ વાંધા-સૂચનો મંગાવાયા હતા, જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોની વહેંચણીની હલચલ મચી છે.
chhota udepur  બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની થઈ રચના  ક્યારે થઈ શકે છે ચૂંટણી
Advertisement
  • Chhota Udepur: બોડેલી નગરપાલિકામાં કુલ 7 વોર્ડની રચના કરાઈ
  • બોડેલી નગર પાલિકા માં કુલ 7 વોર્ડ ની રચના કરી
  •  કુલ 28 સભ્યો નગર પાલિકામાં સત્તા સંભાળશે
  • 14 સામાન્ય, 8 પછાત વર્ગ , 5 અનુ. આદિજાતિ અને 1 અનુ. જાતિ માટે બેઠકો અનામત

Chhota Udepur:બોડેલીને નગર પાલિકાનો દરજ્જો મળ્યા પછી હવે નગરની વોર્ડ રચના જાહેર થતા રાજકીય આગેવાનોમાં હલચલ મચી છે અને ઠંડી વચ્ચે બોડેલી નગરમાં રાજકીય ગરમાવો આવ્યો છે. પાંચ ગ્રામ પંચાયતોને ભેળવીને નગરપાલિકા બન્યા પછી વિસ્તારનું રાજકીય વર્તુળ મોટું થયું છે.

 કુલ 7 વોર્ડની રચના

બોડેલી, અલી ખેરવા, ઢોકલીયા, ચાચક અને ઝાખરપુરા પંચાયતના કુલ વસ્તી 28353 છે, અને બોડેલી નગર પાલિકા માં કુલ 7 વોર્ડ ની રચના કરી છે જેમાં એક વોર્ડ માં ચાર ચૂંટાયેલા સભ્યો મળી ને કુલ 28 સભ્યો નગર પાલિકા માં સત્તા સંભાળશે.જેમાં 14 સામાન્ય બેઠકો, 8 પછાત વર્ગ ની બેઠકો, 5 અનુ. આદિજાતિ અને 1 અનુ. જાતિ માટે બેઠકો અનામત રાખી છે. પાંચેય પંચાયતો ના વિસ્તાર ને સાત વોર્ડ માં અલગ અલગ ફાળવી દેવાતા ચર્ચા એ વેગ પકડયો છે.

Advertisement

પાલિકાની ચૂંટણી ક્યારે જાહેર થઈ શકે?

21 નવેમ્બરે વોર્ડ રચના જાહેર થયા પછી 10 દિવસ વાંધા સૂચનો માટે આપ્યા હતા. જેમાં 1 ડિસેમ્બર સુધી કેટલાક વાંધા સૂચનો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાત ટૂંકી અને ઝાઝા વેશની જેમ ભાજપ અને કોંગ્રેસમાં મર્યાદિત સભ્યો ચૂંટણી લડે તેવી શક્યતા વચ્ચે અપક્ષો અને ત્રીજો પક્ષ ઉભો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. હાલ SIR ની ચાલતી પ્રક્રિયા અને ત્યારપછી પરીક્ષાઓ ના માહોલ પછી બોડેલી નગર પાલિકાની ચૂંટણી જાહેર થાય તેમ હાલ તો દેખાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ Jetpur : જો પુસ્તક જ ન હોય તો ક્યાંથી ભણે ગુજરાત?

Tags :
Advertisement

.

×