Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur: ગ્રામજનો દ્વારા તરગોળ પ્રાથમિક શાળાને કરવામાં આવી તાળાબંધી

શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાના વાયરલ વીડિયો બાદ ગ્રામજનો રોષે ભરાયા
chhota udepur  ગ્રામજનો દ્વારા તરગોળ પ્રાથમિક શાળાને કરવામાં આવી તાળાબંધી
Advertisement
  • સદર ઘટનાને પગલે તપાસ અધિકારી પણ દોડતા થયા
  • તપાસ અધિકારી સામે ગ્રામજનોએ કરી ધારદાર રજૂઆતો
  • વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાના વીડિયો વાયરલ

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાની તરગોળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાના વાયરલ વીડિયો બાદ ગ્રામજનો રોષે ભરાયા છે. જેમાં શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની માંગ બુલંદ કરવામાં આવી હતી. સદર મામલે તપાસમાં આવેલા અધિકારી સામે પણ ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆતો કરાઇ છે. બોડેલી તાલુકામાં આવેલી તરગોળ પ્રાથમિક શાળામાં એક દિવસ અગાઉ શાળા સંકુલમાં વિદ્યાર્થીઓ ટાઇલ્સ ઉચકતા અને રેતી તગારામાં ભરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા થતા ચારેકોર ચકચાર મચી જવા પામી હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને તપાસના આદેશો અપાયા

વાઇરલ વીડિયો અંગેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને થતા તપાસમાં આદેશો પણ અપાયા હતા. તેવામાં આજે ગ્રામજનો દ્વારા આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરી શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને આચાર્યની બદલી કરોની બુલંદ માંગ કરવામાં આવી હતી. સદર મામલાની તપાસે પહોંચેલા તપાસ અધિકારી પણ એક વખત તો સલવાયા હતા, અને મામલો થાળે પાડવાના પ્રયત્ન કરાયા હતા. પરંતુ તેમની સામે પણ ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.

Advertisement

શિક્ષણના ધામમાં બાળકોના હાથમાં પેન અને પુસ્તકની જગ્યાએ પાવડા તગારા

શિક્ષણના ધામમાં બાળકોના હાથમાં પેન અને પુસ્તકની જગ્યાએ પાવડા તગારા કોણે આપી દિધાના સવાલો વાલી આલમમાં ગુંજી ઉઠ્યા છે, અને આખરે આજે ગ્રામજનો દ્વારા શાળાબંધી કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. અને આ શાળામાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતા અનેક બાળકો ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી આવ્યું હતું. ત્યારે બાળકોને અભ્યાસ માટે મોકલતા વાલીઓમાં શાળા સંકુલમાં આવી પ્રવૃત્તિઓને લઇ નારાજગી વર્તાઈ રહી રહી છે.

Advertisement

ગ્રામજનોની સાફ વાત આચાર્યની બદલી કરો

શાળા સંકુલમાં બાળકો માટી પુરાણ કરતા વીડિયો બે દિવસ અગાઉ વાયરલ થયા હતા. જેમાં ગ્રામજનોની એક જ વાત આચાર્યની બદલી કરો. વીડિયોમાં પ્રથમ દ્રષ્ટિએ જ બાળકો રેતી તગારામાં ભરતા જોવા મળી આવ્યા હતા. તેમજ કેટલાક ફૂટેજમાં બાળકો ટાઇલ્સ ઉપાડેલા પણ જોવા મળ્યા હતા. વિદ્યાના મંદિરમાં વિદ્યાનું દાન લેવા ગયેલા બાળકો શ્રમદાન કરતા જોવા મળ્યા હતા. અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવાથી ગ્રામજનો વિફર્યા છે. તેમજ ગ્રામજનોની સાફ વાત આચાર્યની બદલી કરો.

આ પણ વાંચો: Ahmedabad: પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલનો કરસનભાઈ કરોડપતિને સણસણતો જવાબ

અહેવાલ: તૌફિક શેખ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.

×