Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur : કોટાલી ગ્રા.પં. મહિલા સભ્યની બહાદુરીને કરશો સલામ, LIVE રેડ કરી મોટો પર્દાફાશ કર્યો!

કોટાલીની ઓરસંગ નદીનાં પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું, જેનો લાઇવ રેડ થકી મહિલા સભ્યે પર્દાફાશ કર્યો છે.
chhotaudepur   કોટાલી ગ્રા પં  મહિલા સભ્યની બહાદુરીને કરશો સલામ  live રેડ કરી મોટો પર્દાફાશ કર્યો
Advertisement
  1. છોટાઉદેપુર સંખેડાના કોટાલી ગામની મહિલાની હિંમતને સલામ (Chhotaudepur)
  2. કોટાલી ગ્રામ પંચાયતનાં મહિલા સભ્યે રેતી ખનનનો કર્યો LIVE પર્દાફાશ
  3. નદીમાં તરીને મહિલા સભ્ય એ ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રેક્ટરને ઝડપ્યા
  4. કોટાલીની ઓરસંગ નદીનાં પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતુ હતું

Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના કોટાલી ગામની મહિલાની હિંમતને તમે પણ સલામ કરશો. કોટાલી ગ્રામ પંચાયતના (Kotali Gram Panchayat) મહિલા સભ્યે રેતી ખનન કરતા ઇસમોનો LIVE પર્દાફાશ કર્યો છે. ગેરકાયદે રેતી ખનન કરતા ખનન માફિયાઓનાં ટ્રેક્ટરને મહિલા સભ્યે નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં જીવનાં જોખમે ઉતરી ઝડપી પાડ્યું છે. કોટાલીની ઓરસંગ નદીનાં (Orsang river) પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું, જેનો લાઇવ રેડ થકી મહિલા સભ્યે પર્દાફાશ કર્યો છે. આ મામલે હવે ખાણ-ખનીજ વિભાગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Morbi : શાળા સંચાલકોનો લૂલો બચાવ! ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ કહી આ વાત

Advertisement

નદીમાં તરીને મહિલા સભ્ય એ ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રેક્ટર ઝડપ્યા

જે કામ ખાણ-ખનીજ વિભાગે (Mines and Minerals Department) કરવું જોઈએ તે કામ છોટાઉદેપુર જિલ્લાના (Chhotaudepur) સંખેડા તાલુકાનાં કોટાલી ગ્રામ પંચાયતની મહિલા સભ્ય શકુબેને કરી બતાવ્યું છે. માહિતી અનુસાર, કોટાલી ગામની ઓરસંગ નદીનાં પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની વાત ગામનાં સરપંચે મહિલા સભ્ય શકુબેન વસાવાને કરી હતી. આથી, મહિલા સભ્ય શકુબેને LIVE રેડ કરી હતી અને નદીનાં પટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં જીવનાં જોખમે ઉતરીને રેતી ખનન કરતા માફિયાઓનું ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું. શકુબેનની (Shakuben Vasava) લાઇવ રેડ અંગે જાણ થતાં રેતી ખનન કરતા અન્ય લોકો ટ્રેક્ટર મૂકીને ફરાર થયા હતા.

Advertisement

આ પણ વાંચો - Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!

રેતી ખનન માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગની તપાસ

આ ઘટના અંગે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિભાગની એક ટીમ કોટાલી ગામે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે ખાણ-ખનીજ વિભાગે તપાસ આદરી છે. જો કે, ગ્રા.પં.સભ્ય શકુબેન વસાવાની બહાદુરી અંગે જાણી સૌ કોઈ તેમને અને તેમનાં કામને બિરદાવી રહ્યા છે અને સલામ કરી રહ્યા છે. દેશનાં એક સાચા નાગરિક તરીકે શકુબેને પોતાની ફરજ નીભાવી છે ત્યારે હવે ખાણ-ખનીજ વિભાગનાં અધિકારીઓ પણ આ મામલે નિષ્પક્ષ, યોગ્ય અને ઝડપી તપાસ કરે તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચો - Mehsana : ખેરાલુ-સતલાસણા હાઇવે પર ST બસ-ઇકો કાર ધડાકાભેર અથડાયા, 2 નાં મોત, 3 ઘવાયા

Tags :
Advertisement

.

×