Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Lion Day ની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાણવડના ટીંબડી ખાતે કરી

ટીંબડી ખાતે રાજ્યકક્ષાના World Lion Day ની ઉજવણી કરાઇ છે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાઇ રહ્યો છે ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ છે....
world lion day ની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાણવડના ટીંબડી ખાતે કરી
Advertisement
  • ટીંબડી ખાતે રાજ્યકક્ષાના World Lion Day ની ઉજવણી કરાઇ છે
  • સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાઇ રહ્યો છે
  • ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન

World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ છે. જેમાં રાજયકક્ષાની ઉજવણી દ્વારકાના ભાણવડના ટીંબડી ખાતે કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ છે. ટીંબડી ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાઇ છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાઇ રહ્યો છે

એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

World Lion Day : રાજ્ય કક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા

આજે World Lion Day છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાઇ રહ્યો છે. ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ 11 જિલ્લાઓમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ છે.

કુલ 9 લાખથી વધુ પ્રવાસીઓને એશિયાઇ સિંહને નજીકથી નિહાળવાની તક મળી

સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન છે. ત્યારે ગયા મે મહિનામાં થયેલી ગણતરી અનુસાર સિંહોની કુલ વસતિ વર્ષ 2020ની સરખામણીએ 32 ટકા વધી છે એટલે કે 674થી વધીને 891 નોંધાઈ છે. પ્રવાસનની રીતે જોઈએ તો વર્ષ 2007-08 થી 2024-25 સુધીમાં ગીર અભયારણ્ય, દેવળિયા અને આંબરડીની મુલાકાત દરમિયાન કુલ 9 લાખથી વધુ પ્રવાસીઓને એશિયાઇ સિંહને નજીકથી નિહાળવાની તક મળી છે.

આ પણ વાંચો: China Robot Games: રોબોટ્સ ફૂટબોલ રમશે, માણસો દર્શક બનશે!

Tags :
Advertisement

.

×