મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
- CM Bhupendra Patel: દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત
- જુલાઈ-2025થી કેન્દ્રના ધોરણે વધારો આપવાની જાહેરાત
- મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
- 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ
- છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચ પ્રમાણે રાજ્ય સરકારના કર્મીઓને મળશે લાભ
- ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે
ગુજરાત સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થો (DA Hike) 3 ટકા વધારીને દિવાળીને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) ની સરકારે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા 3 ટકાનો વધારો કર્યો છે. જેનો અમલ જુલાઈ, 2025 ની અસરથી કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કર્મચારીઓ માટે દિવાળી ભેટ માનવામાં આવી રહી છે.
CM Bhupendra Patel એ મોંઘવારી ભથ્થામાં કરી વધારાની જાહેરાત
નોંધનીય છે કે આ નિર્ણય છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને ખાસ મળશે. મોંઘવારી ભથ્થામાં (DA Hike) 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની તફાવતની રકમ (એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનું એરિયર્સ) એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે.
CM Bhupendra Patel ની રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ | Gujarat First
દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત
જુલાઈ-2025થી કેન્દ્રના ધોરણે વધારો આપવાની જાહેરાત
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો @CMOGuj @Bhupendrapbjp #Gujarat #Gandhinagar #CMBhupendraPatel… pic.twitter.com/u57ApwhyLw— Gujarat First (@GujaratFirst) October 7, 2025
CM Bhupendra Patel રાજ્ય સરકારના કર્મીઓને મળશે લાભ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) ના આ નિર્ણયથી રાજ્ય સરકારના કુલ 4.69 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.82 લાખ પેન્શનર્સને સીધો લાભ મળશે. આ લાભ છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા તમામ રાજ્યના કર્મચારીઓને મળવાપાત્ર થશે. સાતમા પગાર પંચના કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો કેન્દ્રના ધોરણે આપવામાં આવ્યો છે, જે 1 જુલાઈ, 2025થી લાગુ થશે.સરકારે કર્મચારીઓ માટે ખાસ જોગવાઈ કરી છે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધીના ત્રણ મહિનાની તફાવતની રકમ (એરિયર્સ) એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. આનાથી કર્મચારીઓને દિવાળીના તહેવાર પહેલા મોટી આર્થિક રાહત મળશે.
આ પણ વાંચો: Vikas Saptah 2025 : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૨૪ વર્ષ


