Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal : મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ આપ્યું રાજીનામુ

Himachal : હિમાચલ પ્રદેશ (Himachal pradesh)ના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ (Chief Minister Sukhwinder Singh Sukhkhu)એ રાજીનામું આપી દીધું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હિમાચલના પૂર્વ સીએમ...
himachal   મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ આપ્યું રાજીનામુ
Advertisement

Himachal : હિમાચલ પ્રદેશ (Himachal pradesh)ના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ (Chief Minister Sukhwinder Singh Sukhkhu)એ રાજીનામું આપી દીધું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હિમાચલના પૂર્વ સીએમ જયરામ ઠાકુરે ગૃહની બહાર આ માહિતી આપી છે.

કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીના પગલે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુનું રાજીનામુ

કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીના પગલે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ પક્ષના હાઇકમાન્ડને રાજીનામાની પેશકશ કર્યા બાદ રાજીનામુ આપી દીધું છે. હવે સાંજે ધારાસભ્યો દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી થશે.

Advertisement

નિરીક્ષક ભૂપેન્દ્ર હુડ્ડા અને ડી.કે.શિવકુમાર કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે

હિમાચલમાં સર્જાયેલા સંકટના કારણે હાઇકમાન્ડ દ્વારા મોકલાયેલા નિરીક્ષકો કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે બેઠક યોજશે અને તેમની સાથે ચર્ચા કરશે. નિરીક્ષક ભૂપેન્દ્ર હુડ્ડા અને ડી.કે.શિવકુમાર કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી બદલવાની ધારાસભ્યોએ માગણી કરી હતી.

Advertisement

કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું

આ પહેલા રાજ્યમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. તેમણે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જો કે, વિક્રમાદિત્યએ પાર્ટી હાઈકમાન્ડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે તેમના મંતવ્યો સાંભળશે.

ધારાસભ્યોની અવગણના

તેમણે પત્રકાર પરિષદમાં કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસની નીતિઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ક્યાંકને ક્યાંક ધારાસભ્યોની અવગણના કરવામાં આવી છે, ધારાસભ્યોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના કારણે આજે અમે આ કિનારે ઉભા છીએ.

મંત્રી તરીકે મને અપમાનિત કરવાનો પ્રયાસ

તેમણે મુખ્યમંત્રી સુખુની કાર્યશૈલી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે મારે દુખ સાથે કહેવું છે કે મંત્રી તરીકે મને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, વિભાગમાં જે પ્રકારના મેસેજ મોકલવામાં આવે છે, અમને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. . સૌના સામૂહિક પ્રયાસોથી સરકાર બની હતી. હું કોઈ દબાણમાં આવવાનો નથી.

કોંગ્રેસના આંતરિક ઘમાસાણ વચ્ચે ભાજપ પણ આક્રમક

ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. એક તરફ કોંગ્રેસના આંતરિક ઘમાસાણ વચ્ચે ભાજપ પણ આક્રમક બન્યું છે. ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. એક તબક્કે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને માર્શલ વચ્ચે ધક્કામુક્કી પણ થઇ હતી.

આ પણ વાંચો----હિમાચલ કોંગ્રેસમાં ફરી ખળભળાટ, કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×