Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JAMNAGAR: ગોવાણના બોરવેલમાં પડ્યું બાળક, માસૂમ બાળકની રેસ્ક્યૂ કામગીરી યથાવત

Jamnagar: જામનગર (Jamnagar) ના લાલપુર તાલુકાના ગોવાણા ગામે બાળક બોરવેલમાં પડ્યું છે. મળતી માહિતી અનુસાર, 3 વર્ષીય બાળક સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગયું છે. આ ઘટનાની જાણ થતાં જામનગર (Jamnagar) અને લાલપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ...
jamnagar  ગોવાણના બોરવેલમાં પડ્યું બાળક  માસૂમ બાળકની રેસ્ક્યૂ કામગીરી યથાવત
Advertisement

Jamnagar: જામનગર (Jamnagar) ના લાલપુર તાલુકાના ગોવાણા ગામે બાળક બોરવેલમાં પડ્યું છે. મળતી માહિતી અનુસાર, 3 વર્ષીય બાળક સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગયું છે. આ ઘટનાની જાણ થતાં જામનગર (Jamnagar) અને લાલપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઘટના જાણ થતાની સાથે જ લાલપુરથી 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી ગઈ છે. અત્યારે બાળકનો બચાવવાની કામગીરી યથાવત છે.

Advertisement

Advertisement

બાળકની જિંદગી બચાવવા પ્રયાસ હાથ ધરાયો

આ બાબતે મળતી વિગતો પ્રમાણે હજી પણ બાળક રડવાનો અવાજ પણ આવી રહ્યો છે. ત્યારે મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે . અને બાળકની જિંદગી બચાવવા પ્રયાસ હાથ ધરાયો છે. બાળકને બચાવવા માટે NDRFની મદદ પણ લેવામાં આવી છે. આ માટે વડોદરા સ્થિત NDRF હેડ ક્વાર્ટરમાંથી બચાવ માટે જરૂરી આધુનિક સાધનો સાથે એક ટીમને રવાના કરી દેવામાં આવી છે.

બાળકી 100 ફૂટ ઊંડા બોલવેલમાં પડી ગઈ હતી

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાનું ગોવાણા ગામમાં આવેલી વાડી વિસ્તાર સીમમાં પરપ્રાંતીય મજૂરવાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા હતા. ત્યારે મજૂરી કામ કરતા મજૂરનું બાળક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયું હતું જેને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે આ પહેલા પણ દ્વારકા જીલ્લામાં એક બાળકી 100 ફૂટ ઊંડા બોલવેલમાં પડી ગઈ હતી. જેને 9 કલાકની જેહમત બાદ બહાર કાઢવામાં આવી હતી. પરંતુ સારવાર દરમ્યાન જ બાળકીએ દમ તોડી દીધો હતો.

12 ફૂટે બાળક ફસાયું હોવાની પ્રાથમિક માહિતી મળી

મળતી વિગતો પ્રમાણે 12 ફૂટે બાળક ફસાયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બોરમાં પડી જવાનાં કારણે બાળક સતત રડી રહ્યું છે અને હાજર લોકોનાં જણાવ્યા પ્રમાણે રડવાનો અવાજ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આશરે બેથી અઢી વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું હોવાનાં સમાચાર મળતા જ સ્થાનિકો અને રાજ્યનાં નાગરિકો ચિંતામાં મુકાઇ ગયા હતા.

આ પણ વાંચો - ANAND : ઐયાશ નબીરાએ 4 માસૂમના લીધા ભોગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×