Child Obesity: દુનિયામાં મેદસ્વી બાળકોની સંખ્યા વધી, યુનિસેફના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો
- Child Obesity: UN રિપોર્ટમાં જંકફૂડથી દૂર રહેવા સલાહ
- 10માંથી 1 બાળક ગંભીર રોગી બનશેઃ રિપોર્ટ
- ઓવરવેઈટ બાળકોની સંખ્યા ધરખમ વધી
Child Obesity: જંક ફૂડના દુરુપયોગે બાળકો અને કિશોરોને મેદસ્વિતા તરફ ધકેલ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે પાંચથી 19 વર્ષની વયના બાળકો-કિશોરો મેદસ્વિતાનો શિકાર બની રહ્યાં છે. યુનિસેફના તાજા રિપોર્ટમાં આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભયાનક તારણ સાથેના રિપોર્ટમાં યુનિસેફનું અનુમાન છે કે 2025માં આ વર્ગના લગભગ 10 માંથી 1 બાળક ગંભીર રોગથી પીડાતું હશે. જેનું કારણ અલ્ટ્રા પ્રોસેસ્ડ જંક ફૂડ સરળતાથી મળી જાય છે તે છે.
યુનિસેફના અનુસાર 18.80 કરોડ બાળકો મેદસ્વિતાનો શિકાર બન્યા
રિપોર્ટ પ્રમાણે બાળ કુપોષણ સામે ઝઝૂમતા દેશોમાં પણ તેની અસર પડી રહી છે. 190 દેશમાંથી એકત્ર કરાયેલા આંકડાના આધારે 5થી 19 વર્ષના અંડરવેઈટ બાળકો-કિશોરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ જ ઉંમરમાં ઓવરવેઈટ બાળકોની સંખ્યામાં ભારે વૃદ્ધિ થઈ છે. વર્ષ 2000માં સંખ્યા 19.40 કરોડ હતી જે 2022માં 39.10 કરોડ પહોંચી છે. વલણોને જોતા યુનિસેફના અનુસાર 18.80 કરોડ બાળકો મેદસ્વિતાનો શિકાર બન્યા છે. કારણો ગણાવતા યુનિસેફે કહ્યું કે ખોટા ભોજનની પસંદગીની સાથે નફો કમાઈ લેવા અપનાવવામાં આવતી અનૈતિક વ્યવસાયિક પ્રથાઓ પણ છે.
Child : સ્થૂળતાએ કુપોષણનું સ્થાન લીધું છે
અહેવાલ દર્શાવે છે કે 5 થી 19 વર્ષની વયના 9.2 ટકા બાળકો પાતળા છે, જ્યારે 9.4 ટકા બાળકો સ્થૂળ છે. વર્ષ 2000 માં, જ્યાં લગભગ 13% બાળકો પાતળા હતા અને માત્ર ત્રણ ટકા મેદસ્વી હતા, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સ્થૂળતા હવે બધા ક્ષેત્રોમાં કુપોષણ કરતાં પણ મોટો ખતરો બની ગઈ છે.
બાળકોના સ્વાસ્થ્ય પર મોટી અસર
યુનિસેફના અહેવાલમાં જણાવાયું છે કે સ્થૂળતા બાળકોમાં હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ વધારી રહી છે. પેકેજ્ડ નાસ્તા, મીઠા પીણાં, બિસ્કિટ, કેક અને તૈયાર ભોજન જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક બાળકોના આહાર પર પ્રભુત્વ ધરાવે છે. આ ખોરાકમાં ખાંડ, ચરબી અને મીઠું વધુ હોય છે અને તે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે.
યુનિસેફે સરકારોને જંક ફૂડને લેબલ કરવા અને તેના પર ટેક્સ લગાવવાની અપીલ કરી
આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે બજારો જંક ફૂડથી ભરેલા છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેમનું માર્કેટિંગ બાળકો અને માતાપિતાને લક્ષ્ય બનાવી રહ્યું છે. યુનિસેફે સરકારોને જંક ફૂડને લેબલ કરવા અને તેના પર ટેક્સ લગાવવાની અપીલ કરી છે. આ ઉપરાંત, શાળાઓમાં તેમના વેચાણ અને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમજ ગરીબ પરિવારોને સ્વસ્થ આહાર પૂરો પાડવા માટે વધુ સારી યોજનાઓ બનાવવી જોઈએ. આ અહેવાલમાં શાળાઓમાં જંક ફૂડના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાના મેક્સિકોના પગલાની પણ પ્રશંસા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Cold Forecast: ભારતમાં આ વખતે હાડ કંપાવતી ઠંડી પડશે, લા નીનાને લઈ હવામાન વૈજ્ઞાનિકોની ચેતવણી


