ચીને વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી, જાણો તેની ખાસિયત
- ચીને મજબૂત Air Defense System વિકસાવી છે
- ચીને તેની લશ્કરી ક્ષમતામાં અતિ આધુનિક સિસ્ટમ વિકસાવી રહ્યું છે
- ચીન પર છોડવામાં આવેલી 1 હજાર મિસાઇલો પર એકસાથે નજર રાખી શકે છે
વિશ્વમાં ચીન (china) હવે મહાશક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યું છે. ચીન હવે વિશ્વની મહાસત્તા અમેરિકાને ટક્કર આપી રહ્યું છે. ચીને હવે તેની લશ્કરી વેપનમાં અતિ આધુનિક સિસ્ટમ વિકસાવી રહ્યું છે. ચીને તેની લશ્કરી ક્ષમતા દિન-પ્રતિદિન નવી ટેકનોલોજી સાથે અપડેટ કરી રહ્યું છે. ચીન તેની સૈન્ય શક્તિને સતત વધારી રહ્યું છે, અને હવે તેમણે એક એવી ટેક્નોલોજી વિકસાવી છે. ડિસ્ટ્રિબ્યુટેડ અર્લી વોર્નિંગ ડિટેક્શન બિગ ડેટા પ્લેટફોર્મ' તરીકે ની આ સિસ્ટમ કાર્યરત કરી છે. જે આખી દુનિયાની મિસાઈલો પર નજર રાખી શકે છે! આ સિસ્ટમ અમેરિકાના એક મોટા પ્રોજેક્ટ જેવી જ છે, પણ ચીને તેને પહેલા તૈયાર કરી દીધી છે.અને આ સિસ્ટમ કાર્યરત કરીને તૈનાત પણ કરી દીધી છે.
ચીને મજબૂત Air Defense System વિકસાવી છે
નોંધનીય છે કે અહેવાલ મુજબ આ પ્રણાલીને 'ડિસ્ટ્રિબ્યુટેડ અર્લી વોર્નિંગ ડિટેક્શન બિગ ડેટા પ્લેટફોર્મ' તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત યુએસ 'ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ' જેવી જ છે, પરંતુ ચીને આ દિશામાં પ્રોટોટાઇપ તૈનાત કરીને યુએસ કરતા પહેલા મોટી પહેલ કરી દીધી છે.
ચીને અતિ આધુનિક સિસ્ટમ Air Defense System વિકસાવી છે
ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી વિશ્વમાં ગમે ત્યાંથી ચીન પર છોડવામાં આવેલી 1 હજાર મિસાઇલો પર એકસાથે નજર રાખી શકે છે અને તેનું નિરીક્ષણ કરી શકે છે. આ પ્લેટફોર્મ સેટેલાઇટ, રડાર, ઓપ્ટિકલ સેન્સર અને જાસૂસી ઉપકરણો સહિત અવકાશ, હવા, સમુદ્ર અને જમીન પરના વિવિધ સ્રોતોમાંથી આવતા વિખરાયેલા ડેટાને એકીકૃત કરીને તેનું હાઇ-સ્પીડ એનાલિસિસ કરવા સક્ષમ છે.
નેન્જિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના સંશોધકોની ટીમે વિકસાવેલો આ પ્રોટોટાઇપ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને તૈનાત કરવામાં આવ્યો છે. જોકે આ પ્રણાલી હજી વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં વધુ સુધારાની જરૂર છે, પરંતુ ચીનની આ સિદ્ધિ વૈશ્વિક સુરક્ષા અને સૈન્ય તકનીકી સંતુલન માટે એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે.
આ પણ વાંચો: જ્યોર્જિયા મેલોનીની ખૂબસૂરતી પર કાયલ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, ઈટલીના PMનું રિએક્શન વાયરલ


