5 વર્ષ બાદ ફરી TikTok, AliExpress ની ભારતમાં એન્ટ્રી!
Tiktok Aliexpress : ચાઇનીઝ વીડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરીથી લોન્ચ કરવામાં આવી છે, જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી. હકીકતમાં, 2020માં ભારત સરકારે સુરક્ષા કારણોસર TikTok સહિત ઘણી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે શોપિંગ વેબસાઇટ AliExpress પરથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને તેને ભારતમાં અનબ્લોક કરવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. (Tiktok Aliexpress)
મળતી માહિતી અનુસાર ઘણા વપરાશકર્તાઓ TikTokની વેબસાઇટ ઍક્સેસ કરી શકે છે, પરંતુ આ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પર દેખાતી નથી. TikTok કે તેની પેરેન્ટ કંપની Bytedance એ એપના ભારતમાં પાછા ફરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો (Tiktok Aliexpress)
તમને જણાવી દઈએ કે, જૂન 2020માં જ્યારે ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. આ યાદીમાં TikTok, ShareIt, UC બ્રાઉઝર, UC News અને ઘણી લોકપ્રિય એપ્લિકેશનો સામેલ હતી. આ પ્રતિબંધ માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 69A હેઠળ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -Gaganyaan-G1 ડિસેમ્બર 2025 માં લોન્ચ કરાશે - ISRO ચિફની જાહેરાત
ભારત-ચીન સંબંધનું એંગલ
રસપ્રદ વાત એ છે કે ટિકટોકની વેબસાઈટનું એક્સેસિબલ હોવું એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ભારત અને ચીનના સંબંધોમાં સુધારના સંકેતો મળી રહ્યા છે. હાલમાં જ ચીની વિદેશ મંત્રી વાંગ યી ભારત આવ્યા હતા અને પીએમ મોદી સહિત કેટલાય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન ચીને ભારતને અમેરિકી ટેરિફ્સ વિરુદ્ધ સમર્થન આપવાની વાત કહી હતી.આ ઉપરાંત ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે પીએમ મોદીને આગામી SCO સમિટમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. ચીની દૂતાવાસે પણ નિવેદન આપ્યું છે કે ભારત અને ચીન એક નવી શરુઆત માટે તૈયાર છે
આ પણ વાંચો -Halo X Smart Glasses: Halo એ લોન્ચ કર્યા AI સ્માર્ટ ચશ્મા,જાણો તેની વિશેષતા
વાપસીની આશા
જો કે ટિકટોક એપ હાલમાં ડાઉનલોડ કરી શકાતી નથી. પણ વેબસાઈટ અચાનક દેખાતા યુઝર્સ વચ્ચે આશા જાગી રહી છે કે ટિકટોક પ્લેટફોર્મ ભારતમાં ફરી વાર એન્ટ્રી કરી શકે છે.તો સૌથી પહેલા ડેટા સુરક્ષા અને પ્રાઈવેસી જેવા સવાલોનું સમાધાન કરવું જોઈએ. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે ટિકટોક સત્તાવાર રીતે ભારતમાં વાપસી કરશે કે નહીં. પણ વેબસાઈટ એક્ટિવ થવી અને ભારત ચીન સંબંધોમાં ઉત્સાહે યુઝર્સ વચ્ચે ટિકટોક રિટર્નની અટકળોને હવા આપી છે.


