Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભયાનક સ્પિડથી ફેલાઇ રહ્યો છે ચીની વાયરસ, મિનિટોમાં બીજો કેસ પણ મળ્યો

Two cases of HMPV virus detected in Karnataka: ભારતમાં ચીનમાં ફેલાઇ રહેલા હ્યુમન મેટાન્યૂમોવાયરસ (hMPV) સંક્રમણની શરૂઆત થઇ ચુકી છે.
ભયાનક સ્પિડથી ફેલાઇ રહ્યો છે ચીની વાયરસ  મિનિટોમાં બીજો કેસ પણ મળ્યો
Advertisement
  • કોરોના કરતા પણ વધારે સ્પીડથી ફેલાઇ રહ્યો છે વાયરસ
  • એક કેસ આવ્યાની મિનિટોમાં જ બીજો કેસ પણ સામે આવ્યો
  • બંન્ને ખુબ જ નાની ઉંમરના બાળકો હોવાથી વધારે ચિંતાજનક સ્થિતિ

Two cases of HMPV virus detected in Karnataka: ભારતમાં ચીનમાં ફેલાઇ રહેલા હ્યુમન મેટાન્યૂમોવાયરસ (hMPV) સંક્રમણની શરૂઆત થઇ ચુકી છે. કર્ણાટકમાં આ વાયરસના બે કેસ સામે આવ્યા છે.

hMPV Virus in Karnataka : ચીનમાં ફેલાઇ રહેલા હ્યુમન મેટાન્યૂમોવાયરસ (hMPV) સંક્રમણની શરૂઆત થઇ ચુકી છે. ભારતીય આયુર્વજ્ઞાન સંશોધન પરિષદ (ICMR) દ્વારા આ અંગે પૃષ્ટિ કરવામાં આવી છે. કર્ણાટકમાં બે એમએમપીવી સંક્રમિત હોવાનું સાબિત થયું છે. બીજી તરફ એચએમપીવી વાયરલના કેસ મળ્યા બાદ કર્ણાટકના સ્વાસ્થયમંત્રીએ તત્કાલ ઇમરજન્સી બેઠક બોલાવી હતી.

Advertisement

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ આ સિરીઝમાં રમતા દેખાશે રોહિત-વિરાટ!

Advertisement

એક કેસ મળ્યાની મિનિટોમાં બીજો કેસ નોંધાયો

જેમાં ત્રણ મહિનાની બાળકી છે અને બીજો 8 માસનો બાળક છે. સરકારે કહ્યું કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને મામલે ઇન્ટનરેશનલ ટ્રાવેલ્સની કોઇ હિસ્ટ્રી નથી. હાલ તો આ વાયરસથી બાળકો કઇ રીતે સંક્રમિત થયા તે અંગે તેમની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ હેલ્થ તપાસ ચાલી રહી છે.

સ્વાસ્થય મંત્રાલય કોરોના સમયની જેમ બચાવ કરવામાં વ્યસ્ત

સ્વાસ્થય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે, ILI અને SARI મામલે દેશમાં અસામાન્યવધારો નથી થયો. સમગ્ર વિશ્વમાં HMPV પહેલાથી જ ફેલાયેલો છે. તે અંગેની બિમારીઓના અનેક અન્ય દેશોમાં પણ સામે આવ્યા છે. ICMR અને IDSP નેટવર્કના આંકડા અનુસાર ILI અથવા SARI મામલે કોઇ ખાસ વધારો થયો નથી. ILI એટલે કે ઇન્ફ્લૂએંજા જેવી બિમારીઓમાં તાવ, ખાંસી, ગળામાં ખરેડી પડવી જેવા લક્ષણો હોય છે. બીજી તરફ SARI એટલે કે શ્વાસ લેવામાં તકપીળ પડવી. HMPV વાયરસમાં પણ આવા જ લક્ષણો જોવા મળે છે. તેવામાં નજર રાખવી ખુબ જ જરૂરી હોય છે.

આ પણ વાંચો : US માં બરફના તોફાને મચાવ્યો હાહાકાર, 6.3 કરોડ લોકો પર અસર

Tags :
Advertisement

.

×