Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chris Gayleએ કર્યો IPLની આ ટીમ વિશે ચોંકાવનારો ખુલાસો,જાણો શું કહ્યું.......!

Chris Gayleએ આઇપીએલની 142 મેચોમાં 4965 રન બનાવ્યા, 350થી વધુ છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે, આ રેકોર્ડ આજેપણ અકબંધ છે
chris gayleએ કર્યો iplની આ ટીમ વિશે ચોંકાવનારો ખુલાસો જાણો શું કહ્યું
Advertisement
  • Chris Gayle એ અનિલ કુંબલેને ફોન કરીને ટીમ છોડવાનો નિર્ણય લીધો હતો
  • Chris Gayleએ આઇપીએલ છોડવાનું ચોંકાવનારો ખુલાસો એક ઇન્ટરવ્યુમાં કર્યો
  • Chris Gayleએ આઇપીએલની 142 મેચોમાં 4965 રન બનાવ્યા છે

ટી20 ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઇલનું નામ આજે પણ આદર અને ઉત્સાહથી લેવામાં આવે છે. ટી20માં ક્રિસ ગેલનો દબદબો હતો, તેની બેટિંગથી બોલરો ડરતા, કારણ કે એટલી હદે વિસ્ફોટક બેટિગ કરીને બોલરની કારર્કિદી સવાર ઉભા કરાવી દેતા. તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 142 મેચોમાં 4965 રન બનાવ્યા અને 350થી વધુ છગ્ગા ફટકારીને રેકોર્ડ રચ્યો છે, જે આજે પણ અકબંધ છે. જોકે, તેમની IPLમાંથી વિદાય વિવાદોથી ઘેરાયેલી રહી. હાલમાં ગેઇલે પોતાની IPL છોડવાની ઘટના વિશે એક ચોંકાવનારો મોટો ખુલાસો કર્યો છે.

Chris Gayle એ એક ઇન્ટરવ્યુમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યો

નોંધનીય છે કે ખાનગી પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ગેઇલે જણાવ્યું કે પંજાબ કિંગ્સ એ યોગ્ય સન્માન આપ્યું ન હતું. તેમણે કહ્યું, "મને લાગ્યું કે મારી સાથે બાળક જેવો વ્યવહાર થઈ રહ્યો છે. મેં IPL માટે ઘણું યોગદાન આપ્યું, પરંતુ મને તે માન મળ્યું નહીં જે હું લાયક હતો. પહેલી વાર મને લાગ્યું કે હું ડિપ્રેશનની સ્થિતિમાં જઈ રહ્યો છું.

Advertisement

Advertisement

Chris Gayle એ અનિલ કુંબલેને ફોન કરીને ટીમ છોડવાનો નિર્ણય જણાવ્યો હતો

ગેઇલે વધુમાં જણાવ્યું કે તેમણે તત્કાલીન કોચ અનિલ કુંબલેને ફોન કરીને ટીમ છોડવાનો નિર્ણય જણાવ્યો હતો. મારા માટે પૈસા કરતાં માનસિક સ્વાસ્થ્ય વધુ મહત્વનું હતું. તેમણે કહ્યું, "બબલમાં રહેવું મારા માટે તૂટવા જેવું હતું. મુંબઈ સામેની મેચ પછી મેં નક્કી કર્યું કે અહીં રહેવું મારા માટે હાનિકારક છે. મેં મારી બેગ પેક કરી અને ચાલ્યો ગયો."

પોડકાસ્ટમાં ગેઇલે ખુલાસો કર્યો કે આ નિર્ણય લેતી વખતે તેઓ ભાવનાત્મક રીતે પણ તૂટી ગયા હતા. તેમણે જણાવ્યું, અનિલ કુંબલે સાથે વાત કરતી વખતે હું રડી પડ્યો. હું ટીમ મેનેજમેન્ટ અને કુંબલેના વર્તનથી નિરાશ થયો હતો. કેએલ રાહુલે મને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તું આગામી મેચ રમીશ, પરંતુ મેં તેને શુભેચ્છા પાઠવી અને ચાલ્યો ગયો.

Chris Gayle એ ક્રિકેટ ચાહકોમાં આજેપણ લોકપ્રિય છે. 

ક્રિસ ગેઇલનું આ નિવેદન તેમના ચાહકો માટે આઘાતજનક છે, જેઓ તેમને IPLના સૌથી મનોરંજક અને વિસ્ફોટક ખેલાડીઓમાંના એક માને છે. તેમના રેકોર્ડ્સ અને છગ્ગાઓનો વરસાદ હજુ પણ ક્રિકેટપ્રેમીઓની ચર્ચામાં છે, પરંતુ તેમની કારકિર્દીનો આ ભાવનાત્મક અને હૃદયદ્રાવક પાસું પહેલીવાર સામે આવ્યું છે. આ ખુલાસો ગેઇલના માનસિક સ્વાસ્થ્ય અને સન્માનની લડાઈને રજૂ કરે છે, જે ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચાનો વિષય બની શકે છે.આજેપણ ક્રિસ ગેઇલ ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય છે.

આ પણ વાંચો:   Team India new jersey : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી આવી સામે, કિટમાંથી સ્પોન્સરનું નામ ગાયબ

Tags :
Advertisement

.

×