Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Civil war situation in Pakistan : પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ, લાહૌરમાં એકબાદ એક ધડાકાઓ થતાં જનતા ફફડી ઉઠી

વહેલી સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટોના અવાજથી લોકોના શ્વાસ થંભી ગયા હતા
civil war situation in pakistan   પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ  લાહૌરમાં એકબાદ એક ધડાકાઓ થતાં જનતા ફફડી ઉઠી
Advertisement
  • ઓપરેશન સિંદૂર બાદ બૌખલાયેલા આતંકીસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ
  • ભારતીય જેટ તોડી પાડવાનો દાવો કરતા પાકિસ્તાનના રક્ષામંત્રીની ઈન્ટરવ્યૂમાં મુર્ખામી સામે આવી
  • સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ છે એના આધારે મૂર્ખામી ભર્યો દાવો કર્યો હતો

Civil war situation in Pakistan : આજે લાહોર એરપોર્ટ નજીક વહેલી સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટોના અવાજથી લોકોના શ્વાસ થંભી ગયા હતા. આખા શહેરમાં સાયરન વાગવા લાગ્યા હતા. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. જણાવી દઈએ કે, લાહોરમાં વોલ્ટન એરપોર્ટ નજીક ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. લોકોએ કહ્યું કે, તેમણે ધુમાડાના ગોટે ગોટા જોયા હતા. લાહોરનું એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરાયું છે. મિસાઈલ-ડ્રોન હુમલો થયાનો પ્રત્યક્ષદર્શીનો દાવો છે.
પંજાબ પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

Advertisement

ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો

ભારતના 'ઓપરેશન સિંદૂર' માં પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આમાંથી 4 પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા, જ્યારે 5 પીઓકેમાં હતા. ભારતે તેના 25 મિનિટના 'ઓપરેશન સિંદૂર'માં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના લોન્ચ પેડ્સનો નાશ કર્યો હતો.ઓપરેશન સિંદૂર બાદ બૌખલાયેલા આતંકીસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ છે.

Advertisement

સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ છે

ભારતીય જેટ તોડી પાડવાનો દાવો કરતા પાકિસ્તાનના રક્ષામંત્રીની ઈન્ટરવ્યૂમાં મુર્ખામી સામે આવી હતી. સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ છે એના આધારે મૂર્ખામી ભર્યો દાવો કર્યો હતો જે ઉઘાડો પડી ગયો હતો. તો બીજી તરફ ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાનના પપેટ પીએમ શરીફે ગીદડ ધમકી આપતા કહ્યું કે અમે બદલો લઈશું. બદલાની ડંફાસ મારતા શરીફના 12 સૈનિકોને તેના જ વિસ્તાર બલૂચિસ્તાનમાં BLAના લડાકૂઓએ IED બ્લાસ્ટ કરીને ફૂંકી માર્યા છે.

દેવાળિયા પાકિસ્તાને જનતાનું ધ્યાન ભટકાવવા ભારતની સરહદે LoC પર અવળચંડાઈ કરી

એક તરફ ગૃહયુદ્ધની સ્થિતિમાં ઘેરાયેલા દેવાળિયા પાકિસ્તાને જનતાનું ધ્યાન ભટકાવવા ભારતની સરહદે LoC પર અવળચંડાઈ કરીને ગોળીબાર કર્યો હતો. પરંતુ ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ થઈ ચૂકી છે. અનેક પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલી ગયો છે પરંતુ ફજેતીના ડરે પાકિસ્તાન આંકડા છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ પંજાબના લાહૌરમાં એકબાદ એક ધડાકાઓ થતાં જનતા ફફડી ઉઠી છે. કંઈક મોટું થઈ રહ્યાના ભયથી પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં પણ મોટી હલચલ છે અને દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોની બેઠક મળી રહી છે. જેમાં ઓપરેશન અંગેની વિગતો વિપક્ષને આપવામાં આવશે અને બેઠકમાં ભારતીય સેનાની કામગીરીને બિરદાવવામાં આવશે.

આ પણ વાંચો: Class 10 result : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર, જાણો સૌથી વધુ કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી

Tags :
Advertisement

.

×