Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : ભારતનો મોસ્ટ વોન્ટેડ કૈસર ફારૂક ઠાર કરાયો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પાકિસ્તાન ( Pakistan) સહિત વિદેશની ધરતી પર સતત ભારત (India') વિરોધી આતંકવાદીઓ (terrorists) ઠાર થઈ રહ્યા છે. તાજેતરનો મામલો પાકિસ્તાનના કરાચીથી સામે આવ્યો છે, જ્યાં શનિવારે સમનાબાદમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને...
pakistan   ભારતનો મોસ્ટ વોન્ટેડ કૈસર ફારૂક ઠાર કરાયો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો
Advertisement
છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પાકિસ્તાન ( Pakistan) સહિત વિદેશની ધરતી પર સતત ભારત (India') વિરોધી આતંકવાદીઓ (terrorists) ઠાર થઈ રહ્યા છે. તાજેતરનો મામલો પાકિસ્તાનના કરાચીથી સામે આવ્યો છે, જ્યાં શનિવારે સમનાબાદમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એક મદરેસાના વિદ્યાર્થીને ઈજા થઈ હતી.
ભારતનો મોસ્ટ વોન્ટેડ કૈસર ફારૂક ઠાર કરાયો હોવાનો દાવો
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આતંકવાદી અને ભારતનો મોસ્ટ વોન્ટેડ કૈસર ફારૂક છે, જે હાફિઝ સઈદનો નજીકનો હોવાનું કહેવાય છે. આ હત્યાકાંડનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સશસ્ત્ર લોકોએ 30 વર્ષના કૈસર ફારુક અને 10 વર્ષના શાકિરને ગોળી મારીને ઘાયલ કર્યા
પાકિસ્તાની અખબાર અનુસાર, પોલીસે જણાવ્યું કે, ઈડી સેન્ટર પાસે ગુલશન-એ-ઓમર મદરેસામાં કેટલાક સશસ્ત્ર લોકોએ 30 વર્ષના કૈસર ફારુક અને 10 વર્ષના શાકિરને ગોળી મારીને ઘાયલ કર્યા અને પછી ભાગી ગયા. સમનાબાદ પોલીસો જણાવ્યું કે ઘાયલોને અબ્બાસી શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ફારૂકનું મોત થયું હતું. કૈસરને પીઠમાં ગોળી વાગી હતી જ્યારે શાકીરને ચહેરા પર ગોળી વાગી હતી.
ટાર્ગેટેડ કિલિંગ
પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ શાકિર મદરેસાનો વિદ્યાર્થી હતો. કૈસ સમનાબાદના તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સેન્ટ્રલ એસએસપી ફૈઝલ અબ્દુલ્લા ચાચરે જણાવ્યું હતું કે તે ટાર્ગેટેડ કિલિંગ હોવાનું જણાય છે કારણ કે કોઇ લૂંટ થઇ ન હતી
આ દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો એ જ હુમલાનો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કૈસર ફારૂક કેટલાક લોકો સાથે ચાલી રહ્યો છે ત્યારે અચાનક ગોળી વાગવા લાગે છે અને નજીકમાં ઉભેલા લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગે છે. ગોળી વાગ્યા બાદ એક વ્યક્તિ જમીન પર પડી જાય છે.
જો કે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ એ જ આતંકવાદી કૈસર ફારૂક છે જે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંનો એક છે કે અન્ય કોઈ. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકી કૈસર ફારૂક છે.
Tags :
Advertisement

.

×