Surat Patidar: મોટા વરાછામાં ગણેશ મહોત્સવમાં બાકાઝીકી
- Surat Patidar: 5 સપ્ટેમ્બરે થયેલી બબાલના વીડિયો ફૂટેજ આવ્યા સામે
- અલ્પેશ કથીરિયા, સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
- ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસે કર્યો હળવો બળપ્રયોગ
Surat Patidar: સુરતના મોટા વરાછામાં ગણેશ મહોત્સવમાં બાકાઝીકી થઇ હતી. જેમાં 5 સપ્ટેમ્બરે થયેલી બબાલના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. તેમાં અલ્પેશ કથીરિયા, સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. સુદામા કા રાજા ગણેશ મહોત્સવ સ્થળે બબાલ કરી હતી. તેમાં આયોજકો અને અલ્પેશ કથીરિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. અગાઉ અલ્પેશ કથીરિયાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી વાયરલ ક્લીપમાં મોટો બખેડો કરવાની ચીમકી આપી હતી. જેમાં મોટી બબાલ છતાં હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી નહીં?
કેટલીક બાબતો અંગે બોલવાનું ના હોય - પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા
સુરતમાં ગણપતિ પંડાલના વાયરલ વીડિયો મુદ્દે વિવાદ સામે આવ્યો છે. ત્યારે પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાનું ભેદી મૌન સામે આવ્યું છે. તથા વીડિયો અંગે કંઈપણ બોલવાનો કથિરીયાનો ઈન્કાર છે. શું મામલો હતો તેવુ પૂછાતા કથિરીયાએ કહ્યું, "નો કોમેન્ટ" તેમજ કથિરીયાએ જણાવ્યું છે કે કેટલીક બાબતો અંગે બોલવાનું ના હોય.
સુરતના મોટા વરાછામાં ગણેશ મહોત્સવમાં બાકાઝીકી
5 સપ્ટેમ્બરે થયેલી બબાલના વીડિયો ફૂટેજ આવ્યા સામે
અલ્પેશ કથીરિયા, સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસે કર્યો હળવો બળપ્રયોગ
સુદામા કા રાજા ગણેશ મહોત્સવ સ્થળે કરી હતી બબાલ
આયોજકો અને અલ્પેશ કથીરિયા વચ્ચે થઈ… pic.twitter.com/irYr60RrWo— Gujarat First (@GujaratFirst) September 10, 2025
Surat Patidar: જાણો સમગ્ર મામલો
સુરતના વરાછા વિસ્તારમાં ગત 5 સપ્ટેમ્બરના રોજ ગણેશ મહોત્સવ દરમિયાન બબાલ થઇ હતી. ગણપતિના સ્ટેજ પર બેસવા બાબતે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને સુદામા ચોકના રાજાના આયોજકો વચ્ચે મોટી બબાલ થઈ હતી. આ બબાલ દરમિયાન કથીરિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેના કારણે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગણેશ મહોત્સવ દરમિયાન સ્ટેજ પર બેસવાને લઈને અલ્પેશ કથીરિયા અને ગણેશ પંડાલના આયોજકો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે કથીરિયા અને તેમના સમર્થકો પોલીસ સાથે પણ માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કથીરિયા અને કેટલાક યુવકો પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
અલ્પેશ કથીરિયા સહિતના યુવકો પર લાઠીચાર્જ કર્યો હતો
બબાલ વધતા પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે અલ્પેશ કથીરિયા સહિતના યુવકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ બંને પક્ષોને ઉતરાણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જોકે, આ ઘટના બાદ સમાજના આગેવાનો વચ્ચે પડતા કોઈ પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, જેના કારણે આ મામલો થાળે પડ્યો છે.
આ પણ વાંચો: Bihar પછી, સમગ્ર દેશમાં એક સાથે SIR કરવામાં આવશે, ચૂંટણી પંચ કરશે જાહેરાત


