Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi માં હવા ઝેરી બની, 11 મા ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ, ઓનલાઈન વર્ગો ચાલશે

રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધ્યું AQI 450 ને પાર કરી ગયું દિલ્હી NCR માં GRAP સ્ટેજ-4 પ્રતિબંધો લાગુ કરાશે રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે....
delhi માં હવા ઝેરી બની  11 મા ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ  ઓનલાઈન વર્ગો ચાલશે
Advertisement
  1. રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધ્યું
  2. AQI 450 ને પાર કરી ગયું
  3. દિલ્હી NCR માં GRAP સ્ટેજ-4 પ્રતિબંધો લાગુ કરાશે

રાજધાનીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. તેના સંદર્ભમાં, સોમવારથી દિલ્હી NCR માં GRAP સ્ટેજ-4 પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ પછી દિલ્હી સરકારે 10 મા-12 મા સિવાયની તમામ સ્કૂલો બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.

દિલ્હી (Delhi)માં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450 ને પાર કરી ગયો છે. વધતા પ્રદૂષણથી માત્ર રોજબરોજની વસ્તુઓ જ નહીં પરંતુ બાળકોના ભણતર પર પણ અસર પડી રહી છે. પેટા સમિતિએ દિલ્હી NCR માં GRAP-4 નિયંત્રણો લાદ્યા હતા, જેમાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. GRPA-4 લાગુ થયા પછી, CM આતિશીએ Instagram પર એક પોસ્ટ કરી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Delhi-NCR બન્યું છે ગેસ ચેમ્બર, હવે આવતીકાલથી લાગુ થશે GRAP-4, જાણો કઈ વસ્તુઓ પર પ્રતિબંધ?

દિલ્હીમાં શાળાઓ બંધ...

CM આતિશીએ કહ્યું કે, દિલ્હીમાં GRAP-4 ના અમલીકરણ સાથે, ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે 18 નવેમ્બરથી શારીરિક વર્ગો બંધ કરવામાં આવશે. માત્ર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જ શાળામાં જશે અને અન્ય વર્ગના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે, આગામી આદેશો સુધી તમામ શાળાઓ ઓનલાઈન વર્ગો ચલાવશે.

આ પણ વાંચો : વિશ્વ પ્રસિદ્ધ Badrinath Temple ના કપાટ બંધ થયા, જાણો હવે ક્યારે ખુલશે

બપોરે 12 કલાકે બેઠક યોજાશે...

દિલ્હી પર્યાવરણ મંત્રીના કાર્યાલયે માહિતી આપી હતી કે દિલ્હીમાં GRAP-4ના અસરકારક અમલીકરણ માટે, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે બપોરે 12 વાગ્યે દિલ્હી સચિવાલયમાં તમામ સંબંધિત વિભાગોના વડાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં GRAP-4 ના નિયંત્રણો કેવી રીતે અને ક્યાં લાગુ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Manipur : NPP એ બિરેન સિંહ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું, કહ્યું- હિંસા રોકવામાં નિષ્ફળ

Tags :
Advertisement

.

×