CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનો કર્યો શિલાન્યાસ
Gujarat HighCourt:ભૂપેન્દ્ર પટેલે (CMBhupendraPatel)ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ (GujaratHighCourt)પરિસરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી,ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે,યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે
ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમય અનુરૂપ ભવનો અને ટેકનોલોજીથી સુસજ્જ રાખવાની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની નેમ છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત હાઇકોર્ટ ખાતે આજે રૂપિયા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.વર્ષ 1960 માં ગુજરાત અલાયદું રાજ્ય બન્યું ત્યારે આકાશવાણી ભવન, નવરંગપુરા ખાતેથી શરૂ થયેલી ગુજરાત હાઇકોર્ટની સફર ઉત્તરોત્તર નવીનતમ સુવિધાઓ સાથે આગળ વધી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઇમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.
આ પણ વાંચો -BAPS SUVARNA MAHOTSAV:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભક્તિમય બનશે
ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના દરેક તાલુકા મથકે પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ કાર્યરત કરીને આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મુહિમને સાકાર કરવાની દિશામાં કામગીરી કરી છે.સુશાસન અને લોકતંત્રમાં ગુડ ગવર્નન્સની જરૂરિયાત વિશે જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભા એ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે.
આ પણ વાંચો -Ahmedabad નરોડામાં પોલીસની પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત
રાજ્ય સરકારનું કમિટમેન્ટ
આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે.લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ ૨૦૨૧ - ૨૨માં આ ફાળવણી ૧૬૯૮ કરોડ રૂપિયા હતી , જે ૨૦૨૪-૨૫માં ૨૫૮૬ કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.


