ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM Bhupendra Patel Orders : ત્રણ દિવસમાં ખેડૂતોની નુકશાનીનો રિપોર્ટ સબમીટ કરો

CM Bhupendra Patel Orders : રાજ્યમાં કમોસમી વરસાદ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ હતી. સરકારે ખેડૂતોને ન્યાયપૂર્વક સહાય મળે તે માટે પહેલાથી જ અધિકારીઓને આદેશ આપી દીધા હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી આગામી ટૂંક જ સમયમાં જ ખેડૂતોને સારા સમાચાર મળવાના સંકેત મળી રહ્યાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના એક આગામી આદેશમાં રાજ્યના તમામ જિલ્લા ક્લેક્ટરોને કમોસમી વરસાદથી થેયલા નુકશાનનો રિપોર્ટ ત્રણ દિવસમાં સબમીટ કરવાનું કહ્યું હતું
08:22 PM Nov 01, 2025 IST | Mujahid Tunvar
CM Bhupendra Patel Orders : રાજ્યમાં કમોસમી વરસાદ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ હતી. સરકારે ખેડૂતોને ન્યાયપૂર્વક સહાય મળે તે માટે પહેલાથી જ અધિકારીઓને આદેશ આપી દીધા હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી આગામી ટૂંક જ સમયમાં જ ખેડૂતોને સારા સમાચાર મળવાના સંકેત મળી રહ્યાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના એક આગામી આદેશમાં રાજ્યના તમામ જિલ્લા ક્લેક્ટરોને કમોસમી વરસાદથી થેયલા નુકશાનનો રિપોર્ટ ત્રણ દિવસમાં સબમીટ કરવાનું કહ્યું હતું

CM Bhupendra Patel Orders : રાજ્યમાં કમોસમી વરસાદ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ હતી. સરકારે ખેડૂતોને ન્યાયપૂર્વક સહાય મળે તે માટે પહેલાથી જ અધિકારીઓને આદેશ આપી દીધા હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી આગામી ટૂંક જ સમયમાં જ ખેડૂતોને સારા સમાચાર મળવાના સંકેત મળી રહ્યાં છે. મળી રહેલા સમાચાર અનુસાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના એક આગામી આદેશમાં રાજ્યના તમામ જિલ્લા ક્લેક્ટરોને કમોસમી વરસાદથી થેયલા નુકશાનનો રિપોર્ટ ત્રણ દિવસમાં સબમીટ કરવાનું કહ્યું હતું. તો તેના જવાબમાં સરકારી અધિકારીઓએ પણ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ઝડપીમાં ઝડપી રિપોર્ટ સબમીટ કરવાનું કહ્યું હતું. તો વાંચો સંપૂર્ણ અહેવાલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. આ સાથે જ તેમને ત્રણ દિવસમાં નુકશાનીનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. તેથી આગામી દિવસોમાં કામમાં ઝડપી આવી શકે છે, આ સાથે જ ટૂંક જ સમયમાં ખેડૂતોને સહાય પણ ચૂકવવાનું શરૂ થવાના સંકેત મળી રહ્યાં છે.

સરકારે ખેડૂતોને ન્યાય આપવા CM Bhupendra Patel Orders

રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.

એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે સંપુર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ત્રણ દિવસમાં જ સબમીટ કરો રિપોર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંકામ અને જરૂરી કાર્યવાહી કરીને કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંતજ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી હતી. જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.

મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપી હતી. તેમણે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે.

ઉચ્ચસ્તરિય બેઠક યોજીને નુકશાનની સમીક્ષા

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકશાનની વિગતો પુરી પાડી હતી.

મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ ટી.નટરાજન તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Vedancha Model: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ, વેડંચા ગામની સિદ્ધિ જાણી ચોંકી જશો!

Tags :
CM Bhupendra PatelCM Bhupendra Patel Ordersgujarat farmersgujarat rainHarsh Sanghviunseasonal rain
Next Article