CM ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો, કર્યો નિખાલસતા ભર્યો સંવાદ
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન નિમિત્તે એકતાનગર ખાતે હતા ત્યારે આ પ્રવાસ દરમિયાન એક અણમોલ ક્ષણ સર્જાઈ હતી.
પોતાના પ્રવાસ દરમિયાન, CM જ્યારે ઇ-બસમાં હતા, ત્યારે એક દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ બસમાં પ્રવાસ દરમિયાન બાળકની સાથે હળવો સંવાદ કર્યો અને તેની ખબર-અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રી અને દિવ્યાંગ બાળક વચ્ચેની આ ક્ષણ સૌ કોઈ માટે અત્યંત હૃદયસ્પર્શી હતી. ભૂપેન્દ્ર પટેલે બાળકની ઈચ્છા પૂરી કરીને તેની સાથે ફોટો પણ પડાવ્યો અને તેમની સંવેદનશીલતાનો એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.
CM Bhupendrabhai Patel નો દિવ્યાંગ બાળક સાથે નિખાલસતા ભર્યો સંવાદ | Gujarat First@Bhupendrapbjp @CMOGuj @BJP4Gujarat @InfoGujarat #CM #BhupendraPatel #InspiringLeader #GujaratCM #KindLeadership #EktaNagar #IndiaPride #LeadershipWithHeart #GujaratFirst pic.twitter.com/tTBoppM6bg
— Gujarat First (@GujaratFirst) November 2, 2025
આ પણ વાંચો- Mudda Ni Vaat : માવઠાના નુકસાન વચ્ચે ખેડૂતોની પડખે ‘દાદા’ સરકાર


