Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કમોસમી વરસાદથી નુકશાનનું નીરિક્ષણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતીનું નિરીક્ષણ કરશે. કમોસમી વરસાદનો માર વેઠતા ખેડૂતો પર આવી પડેલી કુદરતી વિપદામાં સરકાર તેમની સાથે છે. આ વાતની પ્રતિતિ કરાવવા માટે મુખ્યમંત્રી સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે રૂબરૂમાં વાતચીત કરશે, અને તેમની સ્થિતીની સમીક્ષા કરશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કમોસમી વરસાદથી નુકશાનનું નીરિક્ષણ કરશે
Advertisement
  • માવઠાના માર વેઠતા ખેડૂતોની સાથે દાદાની સરકાર
  • આજે મુખ્યમંત્રી રૂબરૂમાં ખેડૂતોનું દુખ જાણશે
  • મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહેશે

CM To Review Unseasonal Rain Loss : રાજ્યના કેટલાક ભાગોમાંથી કમોસમી વરસાદનો (Unseasonal Rain - Gujarat) માર પડ્યો છે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની (CM Bhupendra Bhai Patel) સરકાર પહેલા દિવસથી જ સંદવેદના દાખવી રહી છે. નવી સરકારની રચના બાદથી વિવિધ મંત્રીઓને અલગ અલગ વિસ્તારોમાં દોડાવ્યા હતા. અને કમોસમી વરસાદથી સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ (Gir Somnath And Junagadh District) જિલ્લામાં નિરીક્ષણ માટે સોમવારે બપોર બાદ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ ડે. સીએમ. હર્ષભાઇ સંઘવી (Dy.CM Harsh Bhai Sanghavi) સહિતના નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં સ્થિતીનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

રૂબરૂમાં વાતચીત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતીનું નિરીક્ષણ કરશે. કમોસમી વરસાદનો માર વેઠતા ખેડૂતો પર આવી પડેલી કુદરતી વિપદામાં સરકાર તેમની સાથે છે. આ વાતની પ્રતિતિ કરાવવા માટે મુખ્યમંત્રી સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે રૂબરૂમાં વાતચીત કરશે, અને તેમની સ્થિતી જાણશે.

Advertisement

રાજ્ય સરકારના મંત્રીઓ પણ જોડાશે

મુખ્યમંત્રી (CM Bhupendra Bhai Patel) સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા હાજર રહેશે. અર્જુનભાઇ મોઢવાડિયા અગાઉ માવઠા પીડિત ખેડૂતોની મુલાકાત લઇ ચૂક્યા છે, અને તેમની સમસ્યા જાણી ચૂક્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રીની પાણીદ્રા ગામની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.

Advertisement

શરૂઆતથી જ સંવેદનશીલ અભિગમ

અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા માવઠાની શરૂઆતથી જ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો છે. નુકશાની બાદ તુરંત મંત્રીઓને સ્થિતી જાણવા માટે દોડાવ્યા હતા. બીજી તરફ નુકશાનીનો સર્વે ત્વરિત પૂર્ણ કરીને પેકેજ જાહેર કરવાની તૈેયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -----  Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત

Tags :
Advertisement

.

×