Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM પટેલ સરદારની 150મી જન્મજયંતીએ Junagadh થી કરશે યુનિટી માર્ચનો ધ્વજારોહણ !

Junagadh : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં નવો રંગ ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જુનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે‘યુનિટી માર્ચ – રાજ્યવ્યાપી પદયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો પ્રારંભ રવિવાર, 9મી નવેમ્બરે સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જુનાગઢથી કરાવશે, જેનું વિશેષ મહત્વ છે કારણ કે ઠીક 1947ની 9મી નવેમ્બરે જુનાગઢ નવાબી સાશનમાંથી મુક્ત થઈને ભારતમાં ભળ્યું હતું.
cm પટેલ સરદારની 150મી જન્મજયંતીએ junagadh થી કરશે યુનિટી માર્ચનો ધ્વજારોહણ
Advertisement
  • Junagadh મુક્તિ દિવસે યુનિટી માર્ચ : મુખ્યમંત્રી 9મીએ સવારે 7 વાગ્યે કરાવશે પદયાત્રા પ્રારંભ
  • સરદારની 150મી જયંતીએ ગુજરાતમાં એકતાનો મહાકુંભ : યુનિટી માર્ચમાં લાખોની ભાગીદારી
  • જુનાગઢથી આત્મનિર્ભર ભારતનો શપથ : ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યવ્યાપી પદયાત્રા
  • સરદાર પટેલના યોગદાનને વંદન : 9મી નવેમ્બરે જુનાગઢથી શરૂ થશે યુનિટી માર્ચ
  • એક ભારત, શ્રેષ્ઠ ભારત : મુખ્યમંત્રીની હાજરીમાં યુવા-નાગરિકો લેશે આત્મનિર્ભરતાના શપથ

Junagadh : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં નવો રંગ ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જુનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે‘યુનિટી માર્ચ – રાજ્યવ્યાપી પદયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો પ્રારંભ રવિવાર, 9મી નવેમ્બરે સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જુનાગઢથી કરાવશે, જેનું વિશેષ મહત્વ છે કારણ કે ઠીક 1947ની 9મી નવેમ્બરે જુનાગઢ નવાબી સાશનમાંથી મુક્ત થઈને ભારતમાં ભળ્યું હતું. આ દિવસ જુનાગઢ મુક્તિ દિવસ તરીકે ઓળખાય છે.

Junagadh : ઐતિહાસિક સંયોગે આત્મનિર્ભર ભારતના શપથનું આયોજન

આ ઐતિહાસિક સંયોગે સરદાર પટેલના યોગદાનને યાદ કરવાની સાથે આત્મનિર્ભર ભારતના શપથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની હાજરીમાં સમાજના તમામ વર્ગો – કોલેજ વિદ્યાર્થીઓ, એન.સી.સી., એન.એસ.એસ., માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, રાજકીય પક્ષો, ઔદ્યોગિક-વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિક સાધુ-સંતો, ઇન્ફ્લુએન્સર્સ, પૂર્વ સૈનિકો, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્વરાજની સંસ્થાઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થશે અને આત્મનિર્ભર ભારતના શપથ લેશે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, જુનાગઢ મેયર ધર્મેશભાઈ પોશિયા તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. પદયાત્રા જુનાગઢના ઐતિહાસિક સ્થળોથી પસાર થશે, જેમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરતા બેનરો, ઝાંખીઓ અને લોકનૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સમાંતર રીતે યોજાશે, જેનાથી એકતા, રાષ્ટ્રભક્તિ અને આત્મનિર્ભરતાનો સંદેશ આખા ગુજરાતમાં પ્રસરશે.

Advertisement

એક ભારત શ્રેષ્ઠ ભારત

આ આયોજનનું વિશેષ મહત્વ એ છે કે સરદાર પટેલે જુનાગઢને ભારતમાં ભળવા માટે જે રાજકીય-કૂટનીતિક ચાલ ચલાવી હતી, તેની યાદમાં આ પદયાત્રા શરૂ થઈ રહી છે. 1947માં જ્યારે નવાબે પાકિસ્તાન સાથે જોડાણની જાહેરાત કરી ત્યારે સરદાર પટેલે સ્થાનિક આંદોલનોને સમર્થન આપીને જુનાગઢને ભારતનો ભાગ બનાવ્યું. આજે તે જ દિવસે યુનિટી માર્ચ એક પ્રતીકાત્મક સંદેશ આપશે- “એક ભારત, શ્રેષ્ઠ ભારત”.

મુખ્યમંત્રીએ આ કાર્યક્રમને “યુવા શક્તિનું મહાકુંભ” ગણાવ્યો છે. તેમણે અપીલ કરી છે કે, “આ પદયાત્રામાં દરેક ગુજરાતી જોડાય અને સરદાર પટેલના સપનાને સાકાર કરવા આત્મનિર્ભર ભારતના શપથ લઈએ.” આ પદયાત્રા જુનાગઢથી રાજ્યના દરેક ખૂણે પહોંચશે અને 31 ઓક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે, જે સરદાર પટેલની જન્મજયંતીના રાષ્ટ્રીય ઉજવણીનો ભાગ છે.

આ પણ વાંચો- રેશન દુકાનદારોનો રોષ ફાટ્યો ! પ્રહલાદભાઈ મોદી એ 50% સમિતિ હાજરી પરિપત્ર સામે આંદોલનની ચીમકી આપી

Tags :
Advertisement

.

×