Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CNG Gas Price Hike:ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં કર્યો તગડો વધારો

CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં વધારો કર્યો CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો CNG Gas Price Hike:સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં...
cng gas price hike ગુજરાત ગેસે cng ગેસના ભાવમાં કર્યો તગડો વધારો
Advertisement
  • CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો
  • ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં વધારો કર્યો
  • CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો

CNG Gas Price Hike:સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.

કયા રાજ્યમાં CNGનો કેટલો ભાવ?

તમને જણાવી દઈએ કે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો CNGના ચૂકવવા પડશે. આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા CNGનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો CNGનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં CNGનો ભાવ 86.55 રૂપિયા વધીને થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો CNGનો ભાવ સૌથી વધુ રૂપિયા 93.01 વધીને થયો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Patan: બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, વધુ બે નામ આવ્યા સામે

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી 16.50 રૂપિયા છે. હવે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1818.50 રૂપિયા થઇ ગઇ છે. તમને જણાવી દઇયે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે.

Tags :
Advertisement

.

×