રાજકોટમાં કોલેજિયન યુવતીની સરાજાહેર છેડતી, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
- રાજકોટ માં સરાજાહેર યુવતીની છેડતી
- ભક્તિનગર સર્કલ નજીકનો બનાવ
- જલારામ ચોક પાસે યુવતીની છેડતી
- ચાલુ એક્ટિવા પર યુવતીનો હાથ પકડવાનો પ્રયાસ
- છેડતી કરીને એક્ટિવાચાલક થયો ફરાર
- પોલીસે CCTVના આધારે શરૂ કરી તપાસ
ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ગુનાઓ કરતા લોકો અચકાતા નથી. ગુજરાતની ગણતરી સુરક્ષિત રાજ્યની ગણવામાં આવે છે પરતું રાજકોટથી સરેઆમ જાહેરમાં એક યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. હવે ગુજરાતમાં પણ મહિલાઓ યુવતી સલામત નથી તેવા પ્રશ્નો ઉભા થયા છે. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક, જલારામ ચોક પાસે એક યુવતીની સરાજાહેર છેડતીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં, એક એક્ટિવા ચાલક યુવકે ચાલુ વાહને યુવતીનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો અને બાદમાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
રાજકોટ માં સરાજાહેર યુવતીની છેડતીનો બનાવ
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો જોવા મળી રહ્યો છે. યુવતીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા અનેક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવક એક્ટિવા પર જઈ રહેલી યુવતીની છેડતી કરી રહ્યો છે.
રાજકોટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
નોંધનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેડતી કરનાર યુવક સગીર વયનો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે. આ ઘટના બાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બન્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પ્રકારની ઘટનાઓ શહેરમાં બનતી રહે છે, જે દર્શાવે છે કે મહિલાઓ માટે સલામતી એક ગંભીર મુદ્દો બની રહી છે. પોલીસ આ મામલે કડક પગલાં ભરે અને આવા ગુનેગારોને સખત સજા થાય, તેવી સ્થાનિક લોકો અને મહિલા સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, અને પોલીસ આરોપીને ઝડપી પાડીને લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવવા પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: સાયબર ક્રાઇમ રોકવા સુરત પોલીસે કર્યો નવતર પ્રયોગ: 'સાયબર ગરબો' તૈયાર કર્યો