Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kaps Cafe માં ફાયરિંગની જવાબદારી BKI જુથે સ્વીકારી, કેફેએ લખ્યો ભાવસભર સંદેશ

Kaps Cafe Firing : ચાલો આપણે હિંસા સામે મક્કમ રહીએ અને ખાતરી કરીએ કે કપ્સ કાફે પ્રેમ અને સંવાદિતાનું સ્થળ રહે. - કેપ્સ કેફે
kaps cafe માં ફાયરિંગની જવાબદારી bki જુથે સ્વીકારી  કેફેએ લખ્યો ભાવસભર સંદેશ
Advertisement
  • કોમેડિયન કપિલ શર્માનું કેફે શરૂ થયાના ગણતરીના દિવસોમાં હુમલાની ઘટના સામે આવી
  • હુમલાખોરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો
  • આ હુમલાની જવાબદારી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ દ્વારા સ્વીકારવામાં આવી છે

Kaps Cafe Firing : કેનેડાના સરેમાં કોમેડિયન કપિલ શર્માના (COMEDIAN KAPIL SHARMA) નવા ખુલેલા રેસ્ટોરન્ટમાં (KAPS CAFE FIRING) ગોળીબારની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કપિલ શર્માએ કેપ્સ કાફે સાથે રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. આ કાફે બ્રિટિશ કોલંબિયાના સરેમાં છે. અહેવાલો અનુસાર, શર્માના કપ કાફે પર હુમલો થયો હતો. કપિલની ટીમ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ હવે આ ઘટનાની પ્રતિક્રિયા કેપ્સ કાફેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર સામે આવી છે, જે વાયરલ થઈ રહી છે. આ સાથે જ બીજી તરફ કપિલ શર્માના મુંબઇ સ્થિત નિવાસ સ્થાને પોલીસ મથકના (MUMBAI POLICE) ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. અને કપિલ શર્માની સિક્યોરીટી વધારી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

પ્રોત્સાહક શબ્દો, પ્રાર્થનાઓ અને યાદો મહત્વપૂર્ણ

કેપ્સ કાફેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે, 'અમે કોફી અને મૈત્રીપૂર્ણ વાતચીત દ્વારા હૂંફ, સમુદાય અને આનંદ લાવવાની આશામાં કેપ્સ કાફે ખોલ્યું હતું.' તે સ્વપ્ન સાથે હિંસાક અથડામણ હૃદયદ્રાવક છે. અમે આ આઘાતમાંથી બહાર આવી રહ્યા છીએ, પણ અમે હાર માનતા નથી, તમારા સમર્થન બદલ આભાર. DM દ્વારા શેર કરેલા તમારા પ્રોત્સાહક શબ્દો, પ્રાર્થનાઓ અને યાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કાફે તમારા અમારા પરના વિશ્વાસને કારણે અસ્તિત્વમાં આવ્યું છે અને અમે સાથે મળીને તેને ફરી ભવિષ્યમાં નિર્માણ કરી રહ્યા છીએ. ચાલો આપણે હિંસા સામે મક્કમ રહીએ અને ખાતરી કરીએ કે કપ્સ કાફે પ્રેમ અને સંવાદિતાનું સ્થળ રહે."

Advertisement

પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર

નિવેદનમાં સરે પોલીસનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, 'કેપ્સ કાફે ખાતે અમારા બધા વતી, આભાર... આશા અને કૃતજ્ઞતા સાથે #supportkapscafecanada અમે @surreypolice અને @deltapd નો પણ તેમના ઝડપી પ્રતિભાવ અને આ મુશ્કેલ સમયમાં દરેકની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.'

હરજીત સિંહ લડ્ડીએ હુમલાની જવાબદારી સ્વીકારી

નોંધનીય છે કે કપિલની પત્ની ગિન્ની ચતરથ દ્વારા સંચાલિત આ કાફેને લોકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી. કપિલે સોશિયલ મીડિયા પર કાફેની અંદરની ઝલક બતાવીને નેટીઝન્સનું મનોરંજન કર્યું હતું. આ વિડિઓ ગુલાબી અને સફેદ થીમ સાથે એક સુંદર આઉટલેટ બતાવે છે. બીજી તરફ, કપિલના કાફે પર ગોળીબારની જવાબદારી ખાલિસ્તાની જૂથે લીધી હતી.એક ભયાનક ઘટનાક્રમમાં, બુધવારે રાત્રે 1:50 વાગ્યાની આસપાસ કાફે પર હુમલો કરવામાં આવ્યો હતો, અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અહેવાલ મુજબ, કાફે પર 8 ગોળીબાર કરવામાં આવ્યા હતા, અને પ્રારંભિક તપાસ મુજબ, હુમલા પાછળનો હેતુ સ્પષ્ટ નથી. બાદમાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ) ના સભ્ય હરજીત સિંહ લડ્ડીએ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે નિહાંગો વિશે કપિલની કેટલીક કમેન્ટને કારણે આ હુમલો થયો હતો.

આ પણ વાંચો ---- US TARIFF : ટ્રમ્પે કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો, 35% ટેક્સ નાંખ્યો, ફેન્ટાનાઇલ અને વેપાર ખાધનું કારણ ધર્યું

Tags :
Advertisement

.

×