ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ના હોય... મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ BCCI માં ફરિયાદ! જાણો શું છે સમગ્ર મામલો ?

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) લઈને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ BCCI માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુપીનાં અમેઠીનાં રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ...
06:44 AM Aug 10, 2024 IST | Vipul Sen
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) લઈને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ BCCI માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુપીનાં અમેઠીનાં રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ...
સૌજન્ય : Google

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) લઈને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ BCCI માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુપીનાં અમેઠીનાં રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ BCCI ની એથિક્સ કમિટીમાં ફરિયાદ પત્ર દાખલ કર્યો છે. આ ફરિયાદ BCCI ના નિયમ 39 હેઠળ નોંધવવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCI માં કરવામાં આવેલી આ ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં (Ranchi Civil Court) મહેન્દ્ર સિંહ ધોની વતી મિહિર દિવાકર વિરુદ્ધ રૂ. 15 કરોડની છેતરપિંડીનાં કેસ સંબંધિત છે. BCCI ની એથિક્સ કમિટીએ આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ રાજેશ કુમાર મૌર્યને પણ આ મામલે 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Paris Olympic 2024 : ભારતને મળ્યો વધુ એક મેડલ, અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ

શું છે સમગ્ર મામલો ?

મીડિયા અહેવાલ અનુસાર, ટીમ ઈન્ડિયાનાં પૂર્વ અને IPL CSK નાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે છેતરપિંડીના કેસમાં મિહિર દિવાકર વિરુદ્ધ રાંચીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રા. લિ. સામે છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે. મહેન્દ્ર સિંહ ધોની વતી રાંચીની સિવિલ કોર્ટમાં 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 20 માર્ચ 2024 ના રોજ આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં, 20 માર્ચે સુનાવણી દરમિયાન, રાંચી સિવિલ કોર્ટે પ્રથમ દૃષ્ટિએ આ કેસને યોગ્ય ગણ્યો હતો. જે બાદ કોર્ટે આ કેસમાં મિહિર દિવાકર (Mihir Diwakar), સૌમ્ય દાસ અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રા. લિ. સામે સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વતી તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરુદ્ધ રાંચી સિવિલ કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Paris Olympic 2024 માં સ્ટાર રેસલરની ધરપકડ, દારૂ પીને મહિલાની કરી છેડતી

ધોનીના વકીલે પણ દલીલ કરી હતી

ધોની તરફથી વકીલે એવી દલીલ કરી કે મિહિર દિવાકરે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત, વર્ષ 2021 માં કરાર રદ થયા પછી પણ, મિહિર દિવાકરની કંપની આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ લિમિટેડ (Arka Sports Management Pvt. Ltd) દ્વારા ધોનીનાં નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધોનીનાં વકીલ દયાનંદ સિંહે જણાવ્યું હતું કે, આ કંપની દ્વારા દેશની અંદર અને બહાર ઘણી એકેડમી ખોલવામાં આવી છે. પરંતુ, શરતો મુજબ નફો ધોની સાથે વહેંચવામાં આવ્યો ન હતો. આ સમગ્ર કરારની શરતોનાં ઉલ્લંઘનને કારણે ધોનીને લગભગ રૂ. 15 કરોડનું નુકસાન થયું છે. ધોનીનાં વકીલે ભૂતકાળમાં મિહિર દિવાકરે સોશિયલ મીડિયા પર શેર કરેલા મંતવ્યોનું પણ ખંડન કર્યું હતું. તમને જણાવી દઈએ કે બીજી પાર્ટી મિહિર દિવાકર (Mihir Diwakar) વતી પણ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કાનપુર કોર્ટમાં 1 લી ફેબ્રુઆરીએ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોનીએ આ મામલે BCCI ને 30 ઓગસ્ટ પહેલા જવાબ આપવો પડશે.

આ પણ વાંચો - Vinesh Phogat ના સપોર્ટમાં ઉતર્યા સચિન તેંડુલકર, નિયમોને ટાંકીને કહ્યું આ શું બકવાસ છે...

Tags :
Arka Sports Management Pvt. LtdBCCIGujarat FirstGujarati NewsIndian Cricket TeamKanpur CourtMahendra singh DhoniMihir DiwakarRanchiRanchi Civil CourtSports News
Next Article