બનાસકાંઠામાં 'વોટ ચોરી' મામલે કોંગ્રેસનું આક્રમક આંદોલન : પાલનપુરના ગુરુનાનક ચોકમાં ધરણાં, ટ્રાફિક જામ, એસટી બસ રોકાઈ, કાર્યકરોની અટકાયત
- બનાસકાંઠામાં વોટ ચોરી વિરુદ્ધ કોંગ્રેસનું આંદોલન : પાલનપુરમાં ટ્રાફિક જામ
- પાલનપુરના ગુરુનાનક ચોકમાં કોંગ્રેસના ધરણા : કાંતિ ખરાડી-ગુલાબસિંહની અટકાયત
- વોટ ચોરી મુદ્દે બનાસકાંઠામાં કોંગ્રેસનો હંગામો : એસટી બસ ઉપર ચઢીને કરાયો વિરોધ પ્રદર્શન
- ગુજરાતમાં વોટ ચોરી વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધ : પાલનપુરમાં ઘર્ષણ
- બનાસકાંઠામાં કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન : ચૂંટણી પંચ પર આરોપ
પાલનપુર : રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી આયોગ સામે સવાલો ઉઠાવીને વોટ ચોરી કરાતી હોવાના આક્ષેપો સાથે સત્તાપક્ષ ભાજપ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જે બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે પાલનપુરમાં ફરી એકવાર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુરુનાનક ચોકમાં વોટ ચોર ગદદી છોડના સૂત્રોચ્ચાર સાથે આક્રમક દેખાવો કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરના ગુરુના ચોકમાં ધરણાં કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા કોંગ્રેસ કાર્યકરોએ બસ રોકી બસ પર ચડીને વોટ ચોરી મુદ્દે પોતાનો વિરોધ નોધાવ્યો હતો. જોકે પોલીસે ધરણાં કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરતા ઘર્ષણની પરિસ્થિતિ ઉભી થઈ હતી પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર અને મહિલા કાર્યકરો સહિત 100થી વધુની અટકાયત કરાઈ હતી.
આ પણ વાંચો- ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી : 27 જિલ્લામાં એલર્ટ, સાબરકાંઠા-નવસારી-વલસાડમાં રેડ એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં 'વોટ ચોરી'ના આરોપોને લઈને કોંગ્રેસ પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ધરણાં અને વિરોધ પ્રદર્શન કર્યું, એસટી બસો રોકવામાં આવી જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઊભી થઈ. પોલીસે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે.
કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ (ECI) પર 'વોટ ચોરી'નો આરોપ લગાવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના ઈશારે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી છે. આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે, બનાસકાંઠાના પાલનપુરમાં ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા. કાર્યકરોએ એસટી બસોને રોકીને 'વોટ ચોરી બંધ કરો' અને 'ચૂંટણી પંચ મુર્દાબાદ' જેવા સૂત્રોચ્ચાર કર્યા જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો- રીબડા અનિરુદ્ધસિંહને નહીં, પહેલા જેલવડાને જેલમાં બંધ કરવાની માંગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં કર્ણાટકની એક લોકસભા બેઠકના અભ્યાસને આધારે 'વોટ ચોરી'નો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ડુપ્લિકેટ મતદારોનો દાવો કરવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં પણ આવા આરોપો સાથે કોંગ્રેસે ચૂંટણી પંચ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, "ભાજપની જીતમાં મતદાર યાદીમાં ગેરરીતિઓનો હાથ છે, અને અમે આ મુદ્દે લોકોને જાગૃત કરીશું."
આ પ્રદર્શન રાજ્યવ્યાપી 'વોટર અધિકાર યાત્રા'નો ભાગ છે, જેનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયની માગણી કરવાનો છે. બનાસકાંઠાની લોકસભા બેઠક જે કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાય છે, ત્યાં 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,000 મતોથી હરાવ્યા હતા, જે ગુજરાતમાં કોંગ્રેસની એકમાત્ર જીત હતી. આ જીત બાદ વાવ વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે હારી ગયા હતા.
બનાસકાંઠા જિલ્લો રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ છે, જ્યાં ઠાકોર અને ચૌધરી સમુદાયનું વર્ચસ્વ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીતે કોંગ્રેસને નવું જોમ આપ્યું હતું, પરંતુ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતને 2,442 મતોથી હરાવ્યા હતા. આ હાર બાદ કોંગ્રેસે 'વોટ ચોરી'ના આરોપોને વધુ આક્રમક રીતે ઉઠાવ્યા છે.
આ પણ વાંચો- બનાસકાંઠાના ઓઢવા ગામે સરપંચ પતિ દ્વારા ફાયરિંગ: ગામમાં આક્રોશ, દાંતિવાડા પોલીસે ફરિયાદ નોંધી


