કોંગ્રેસના કારણે સરદાર પટેલને ભારત રત્ન પુરસ્કાર આપવામાં વિલંબ થયો: Amit Shah
- Amit Shah: હવેથી દર 31 ઓક્ટોબરે ભવ્ય પરેડનું આયોજન થશે
- 15 નવેમ્બર સુધી એકતાનગરમાં ભારત પર્વ કાર્યક્રમ યોજાશે
- કોંગ્રેસના કારણે સરદાર પટેલને ભારત રત્ન પુરસ્કાર 40 વર્ષ વિલંબિત થયો
Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પટનામાં એક પત્રકાર પરિષદ યોજી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે 31ઓક્ટોબર ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. તથા સરદાર પટેલની નોંધપાત્ર સિદ્ધિઓની વિગતવાર માહિતી આપી હતી અને 31 ઓક્ટોબરે દર વર્ષે ભવ્ય પરેડ યોજવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના કારણે સરદાર પટેલને ભારત રત્ન પુરસ્કાર 40 વર્ષ વિલંબિત થયો હતો.
હવેથી દર 31 ઓક્ટોબરે ભવ્ય પરેડનું આયોજન થશે
લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ સાથે એકતા દિવસ અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે આજનું આધુનિક ભારત સરદાર પટેલની ભેટ છે. 150મી જન્મજયંતિએ વિશેષ આયોજન કરાયુ છે. તેમાં હવેથી દર 31 ઓક્ટોબરે ભવ્ય પરેડનું આયોજન થશે. તમામ રાજ્યોમાં રન ફોર યુનિટીનું વ્યાપક આયોજન છે. તથા એકતા, અખંડિતતા શપથ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ
એકતા દિવસ અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહનું નિવેદન
આજનું આધુનિક ભારત સરદાર પટેલની ભેટઃ ગૃહમંત્રી
150મી જન્મજયંતિએ વિશેષ આયોજનઃ ગૃહમંત્રી
હવેથી દર 31 ઓક્ટોબરે ભવ્ય પરેડનું આયોજન થશે
તમામ રાજ્યોમાં રન ફોર યુનિટીનું વ્યાપક આયોજન
એકતા, અખંડિતતા શપથ… pic.twitter.com/VyikQgJddi— Gujarat First (@GujaratFirst) October 30, 2025
Amit Shah: 15 નવેમ્બર સુધી એકતાનગરમાં ભારત પર્વ કાર્યક્રમ યોજાશે
15 નવેમ્બર સુધી એકતાનગરમાં ભારત પર્વ કાર્યક્રમ યોજાશે. તેમજ કોંગ્રેસે સરદાર પટેલનું યોગદાન ભૂલાવ્યુ છે. કોંગ્રેસે સરદાર પટેલનું કોઈ સ્મારક નહોતું બનાવ્યું. PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે. સરદાર પટેલનું જીવન ખેડૂતોને સમર્પિત હતુ. રોજ 15 હજાર લોકો SoU ખાતે આવે છે.
આ પણ વાંચો: Junagadh: ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો


