ગુજરાતમાં નવા 17 તાલુકાની જાહેરાત પર કોંગ્રેસના ડૉ. મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું....
- 17 તાલુકાની જાહેરાત પર ડૉ. મનીષ દોશી ની પ્રતિક્રિયા
- "જાહેરાત સાથે સરકાર નીતિ અને નિયત પણ બદલે"
- "જૂના તાલુકાઓમાં હજુપણ પંચાયતી રાજના લાભ નથી"
- "ભાજપનો વિકેન્દ્રીકરણ નહી પણ નીતિ કેન્દ્રીકરણનો પ્રયત્ન"
- "નાના તાલુકા બનાવી ભાજપનો સત્તા ટકાવવાનો ખેલ"
- "તાલુકાનું રાજ તાલુકા કક્ષાએથી જ થાય, ગાંધીનગરથી નહીં"
ગુજરાત સરકારે તાજેતરમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કર્યા બાદ આ મામલે રાજકીય ઘમાસાણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ જાહેરાતને માત્ર રાજકીય ખેલ ગણાવીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ડૉ. મનીષ દોશી એ નવા 17 તાલુકાની જાહેરાત પર આપી પ્રતિક્રિયા
ડૉ. દોશીએ ભારપૂર્વક જણાવ્યું કે, "સરકાર નવા તાલુકાઓની જાહેરાત સાથે તેની નીતિ અને નિયત પણ બદલે તો જ તેનો સાચો લાભ લોકોને મળશે." તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે રાજ્યમાં જૂના અને અસ્તિત્વમાં રહેલા ઘણા તાલુકાઓમાં પણ હજુ સુધી પંચાયતી રાજના પૂરા લાભો મળતા નથી. વહીવટી કામગીરીમાં ભારે વિલંબ થાય છે અને લોકોએ નાની નાની જરૂરિયાતો માટે પણ ધક્કા ખાવા પડે છે.
ડૉ. મનીષ દોશી એ નિવેદન આપતા જૂના તાલુકાઓને હજુપણ લાભ નથી મળતા
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર વિકેન્દ્રીકરણની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં તેની નીતિ કેન્દ્રીકરણની છે. તેમના મતે, "નાના તાલુકા બનાવીને ભાજપ સત્તા ટકાવવાનો ખેલ રમી રહ્યું છે. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે, તાલુકા સ્તરની કામગીરી ગાંધીનગરથી થઈ રહી છે, જે લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તાલુકાનું રાજ તાલુકા કક્ષાએથી જ થવું જોઈએ, ગાંધીનગરથી નહીં. આ મામલે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
નોંધનીય છે કે ડૉ. મનીષ દોશીએ સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો સરકાર સાચે જ જનતાના હિતમાં કામ કરવા માંગતી હોય તો નવા તાલુકાઓની જાહેરાત સાથે ત્યાં પૂરતો સ્ટાફ, માળખાગત સુવિધાઓ અને સત્તાઓનું સાચું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે, જેથી સામાન્ય નાગરિકોને તેનો વાસ્તવિક લાભ મળી શકે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ રાજકીય ચર્ચાનો વિષય બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો: જામનગરમાં મૂશળધાર વરસાદ પડતા ખેલૈયાઓ ભારે નિરાશા,પાર્ટી પ્લોટમાં ભરાયા પાણી


