બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 25 ઉમેદવારોના નામ કર્યા ફાઇનલ!
- Bihar Elections: મહાગઠબંધનમાં બેઠક વહેંચણી માટે ઘમાસાન
- બિહારમાં કોંગ્રેસે પર 60-66 બેઠકો પર લડવાની તૈયારીમાં
- મહાગઠબંધનમાં બેઠક વહેંચણીને લઇનેચાલી રહી છે ચર્ચા
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં બેઠક વહેંચણીની વાટાઘાટો હવે વધુ તીવ્ર બની રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) એ બુધવારે લગભગ 50 જેટલા સંભવિત નામો પર ચર્ચા કરી હતી અને 25 ઉમેદવારોને મંજૂરી આપી દીધી છે. જેમાં ઘણા વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ થાય છે.સત્તાવાર યાદી જાહેર કરી નથી.
Bihar Elections: કોંગ્રેસે 25 ઉમેદવારોના નામને આપી મંજૂરી
નોંધનીય છે કે RJD (રાષ્ટ્રીય જનતા દળ) ને સ્પષ્ટ સંદેશ મોકલવાનો છે કે કોંગ્રેસ તેના મજબૂત પરંપરાગત મતવિસ્તારો સરળતાથી છોડશે નહીં. બેઠકમાં બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ (કુટુમ્બાના વર્તમાન ધારાસભ્ય) અને CLP નેતા શકીલ અહેમદ ખાન (કડવાના વર્તમાન ધારાસભ્ય)ની બેઠકો પર પણ અંતિમ મહોર મારવામાં આવી છે.કોંગ્રેસે 25 બેઠકો પર ઉમેદવારો ફાઇનલ કર્યા છે
Bihar Elections: 60-66 બેઠકો પર
કોંગ્રેસ મહાગઠબંધનમાં 60 થી વધુ બેઠકો જીતવાની આશા રાખી રહી છે અને આજની CEC બેઠકમાં આ સંભવિત બેઠકો પર વિગતવાર ચર્ચા થઈ હતી. પાર્ટીના સૂત્રો કહે છે કે આ તમામ બેઠકો એવા વિસ્તારોમાં છે જ્યાં કોંગ્રેસની મજબૂત વોટ બેંક છે. RJD 130 બેઠકો, કોંગ્રેસ 65-66 બેઠકો અને મુકેશ સાહનીની VIP (વિકાસશીલ ઇન્સાન પાર્ટી) 35-40 બેઠકોની માંગ કરી રહી છે. ડાબેરી પક્ષો પણ 30-40 બેઠકો ઇચ્છે છે.જ્યારે લાલુ પ્રસાદની RJD કોંગ્રેસને 50-55 થી વધુ બેઠકો આપવાનો ઈનકાર કરી રહી છે.સૂત્રોના મતે, મહાગઠબંધન 11 કે 12 ઓક્ટોબરે પટનામાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને તમામ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે બિહારમાં ૬ અને ૧૧ નવેમ્બરે બે તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે, અને ૧૪ નવેમ્બરે મતગણતરી થશે.
આ પણ વાંચો: કાનપુરના મેસ્ટન રોડ પર ભયાનક વિસ્ફોટ થતા 8 લોકો ઘાયલ, અફરાતફરીનો માહોલ,પોલીસ ઘટનાસ્થળે


