Ahmedabad : ગુજરાત ફર્સ્ટ સાથે કોંગ્રેસ નેતા પવન ખેરાની ખાસ વાતચીત, કહ્યું- સાબરમતીના સંત કોંગ્રેસના મંચથી..!
- ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનને લઈ દિલ્હીમાં મંથન
- જિલ્લા પ્રમુખો સાથે શીર્ષ નેતૃત્વની મહત્વની બેઠક
- કોંગ્રેસની આદત છે ચેલેન્જ સ્વીકાર કરવાનીઃ પવન ખેરા
- 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન
ગુજરાતમાં કોંગ્રેસનાં અધિવેશનને લઈ દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. જીલ્લા પ્રમુખો સાથે શીર્ષ નેતૃત્વની મહત્વની બેઠક યોજાનાર છે. ત્રિદિવસીય બેઠકમાં અધિવેશનની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ બેઠકનાં મુસદ્દાને અમદાવાદનાં અધિવેશનમાં રખાશે. તેમજ કોંગ્રેસનાં જીલ્લા પ્રમુખોને વધુ તાકાત આપવા તૈયારી રાખવાનું પણ જણાવવામાં આવ્યું છે. 9 એપ્રિલે અધિવેશનમાં મુસદ્દાને પાસ કરવામાં આવશે. આજે દેશભરનાં 750 જીલ્લા કોંગ્રેસ પ્રમુખોની દિલ્હી ખાતે બેઠક મળી હતી.
રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના સંગઠન મહાસચિવ વેણુગોપાલ પણ કોંગ્રેસ નેતૃત્વ બેઠકમાં હાજરી આપી હતી. ઘણા દાયકાઓમાં આ પહેલી વાર છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે ટોચના નેતૃત્વનો સીધો સંપર્ક થશે. તાજેતરમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. આ બેઠક કોંગ્રેસના નવા મુખ્યાલય ઇન્દિરા ગાંધી ભવનમાં યોજાઈ હતી.
આ પણ વાંચોઃ 'Obesity-free Gujarat' : “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન
250 થી વધુ જીલ્લા પ્રમુખો મીટીંગમાં ભાગ લીધો
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જીલ્લા સ્તરે પાર્ટીને મજબૂત બનાવવાનો છે. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખો સાથે સીધા વાતચીત કરશે. દેશભરમાંથી 750 થી વધુ જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC) પ્રમુખો દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) નાં અધિવેશન અંગની ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ નેતૃત્વ સાથે જિલ્લા પ્રમુખોની બેઠક 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ અનેક સત્રોમાં યોજાશે. કોંગ્રેસ નેતૃત્વ સાથે જિલ્લા પ્રમુખોની બીજી બેઠક 3 એપ્રિલે યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ તાજેતરમાં ડીસીસીને મજબૂત બનાવવા માટે એક બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃ Dileep Sanghani : ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કહ્યું- રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે..!
અધિવેશન દેશની દિશા અને દશા નક્કી કરે છેઃ પવન ખેરા
ગુજરાતમાં કોંગ્રેસનાં અધિવેશનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, અધિવેશન દેશની દિશા અને દશા નક્કી કરે છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ ગુજરાત કોંગ્રેસની જનની છે. તેમજ સાબરમતીના સંત કોંગ્રેસનાં મંચથી અધ્યક્ષ બન્યા હતા. 8 એપ્રિલે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે. અધિવેશન માટે ગુજરાતની પસંદગી અંગે તેઓએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં બદલાવ થશે, બદલાવ સૃષ્ટિનો નિયમ છે. ગુજરાતમાં ભાજપને કોંગ્રેસ ટક્કર આપશે. કોંગ્રેસની આદત છે ચેલેન્જ સ્વીકારવાની. આગામી તા. 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે.