Pawan Khera : કોંગ્રેસ નેતા પવન ખેરા રાજ્યની મુલાકાતે, Gujarat First સાથે કરી ખાસ વાતચીત
- રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા Pawan Khera ગુજરાત પ્રવાસે
- પવન ખેરાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
- "કોંગ્રેસની પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ"
- "આગામી સમયમાં બીજા ચરણની શરૂઆત થશે"
- ગુજરાતનાં લોકો પરેશાન જોવા મળે છે : પવન ખેરા
Ahmedabad : રાષ્ટ્રીય કોંગ્રેસનાં (National Congress) નેતા પવન ખેરા ગુજરાત પ્રવાસે છે. દરમિયાન, તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી. પવન ખેરાએ કહ્યું કે, કોંગ્રેસની પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થઈ છે. આગામી સમયમાં બીજા ચરણની શરૂઆત થશે. ગુજરાતનાં લોકો પરેશાન જોવા મળે છે. આક્રોશ યાત્રામાં લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી. તેમણે (Pawan Khera) કહ્યું કે, SIR ની કામગીરી થવી જરૂરી હતી. કોંગ્રેસે ક્યારેય SIR ની કામગીરી પર સવાલ નથી કર્યા. પરંતુ, SIR કામગીરીમાં BLO ને પરેશાન કરવામાં આવ્યા છે. જ્યારે, પશ્ચિમ બંગાળમાં SIR કામગીરીનો ભાજપ વિરોધ કરે છે.
કોંગ્રેસની પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થઈ : Pawan Khera
રાષ્ટ્રીય કોંગ્રેસનાં નેતા પવન ખેરા (Pawan Khera) એકવાર ફરી ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, તેમણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી અને કોંગ્રેસ જન આક્રોશ યાત્રા (Jan Aakrosh Yatra), SIR અને ગુજરાતમાં તેની કામગીરી, રાજ્યમાં લોકોની મુશ્કેલીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, કોંગ્રેસની પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થઈ છે. આગામી સમયમાં બીજા ચરણની શરૂઆત થશે.
આ પણ વાંચો- Vadodara : સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી, સરદાર સભામાં રક્ષામંત્રીનું ખાસ સંબોધન
'કોંગ્રેસે ક્યારેય SIRની કામગીરી પર સવાલ નથી કર્યા'
પનવ ખેરાએ એસઆઈઆર અંગે વાત કરતા આરોપ સાથે જણાવ્યું કે, SIR ની કામગીરી થવી જરૂરી હતી. કોંગ્રેસે ક્યારેય SIR ની કામગીરી પર સવાલ નથી કર્યા. પરંતુ, SIR કામગીરીમાં BLO ને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતનાં લોકો પરેશાન જોવા મળે છે. જ્યારે, પશ્ચિમ બંગાળમાં SIR કામગીરીનો ભાજપ જ વિરોધ કરે છે અને એ જ ભાજપ બિહારમાં SIR ને સ્વીકારી રહી છે.
આ પણ વાંચો- Rajkot: ગોંડલમાં LCBનો સપાટો, 4 મહિલાઓ સહિત 7 જુગારીઓ ઝડપાયા