Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવૂડ અભિનેતા સંજય દત્તે RSSના વખાણ કરતા કોંગ્રેસના નેતા ભડક્યા, જાણો શું કહ્યું....!

બોલિવૂડ અભિનેતા સંજય દત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવા પર શુભેચ્છા આપી અને પ્રશંસા કરતો વીડિયો શેર કરતા રાજકારણ ગરમાયું છે
બોલિવૂડ અભિનેતા સંજય દત્તે rssના વખાણ કરતા કોંગ્રેસના નેતા ભડક્યા  જાણો શું કહ્યું
Advertisement
  • Sanjay Dutt RSS Praise:સંજય દત્તે RSSની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવા પર શુભેચ્છા આપી
  • આ પ્રસંશા વીડયો પર કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતની અત્યંત આકરી પ્રતિક્રિયા આપી
  • કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતના નિવેદન પર સંજ્ય દત્તની કોઇ પ્રતિક્રિયા હજી આવી નથી

બોલિવૂડ અભિનેતા સંજય દત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવા પર શુભેચ્છા આપી અને પ્રશંસા કરતો વીડિયો શેર કરતા રાજકારણ ગરમાયું છે. સંજય દત્તના આ પ્રસંશા વીડયો પર કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતની અત્યંત આકરી પ્રતિક્રિયા આપીને બાબા પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે સંજય દત્તને સીધો ટાર્ગેટ કરતા કહ્યું કે, "નાયક નહીં ખલનાયક છે તું, પોતાના પિતાનો નાલાયક છે તું..." જોકે, સુરેન્દ્ર રાજપૂતના આ નિવેદન પર સંજય દત્તનો હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી.

Advertisement

Advertisement

Sanjay Dutt RSS Praise: સંજ્ય દત્તે  RSSના કર્યા વખાણ,કોંગ્રેસના નેતા ભડક્યા

સંજય દત્તે 2 ઓક્ટોબર, એટલે કે ગાંધી જયંતિના દિવસે, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે RSSની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સંઘ હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે, ખાસ કરીને આપત્તિ અને મુશ્કેલ સમયમાં. સંજય દત્તના આ નિવેદન બાદથી જ કોંગ્રેસના સમર્થકો તેમને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. સંજય દત્તના પિતા દિવંગત સુનીલ દત્ત કોંગ્રેસ પક્ષમાંથી લાંબા સમય સુધી સાંસદ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમની બહેન પ્રિયા દત્ત પણ કોંગ્રેસ પાર્ટીના નેતા અને સામાજિક કાર્યકર્તા છે.

Sanjay Dutt RSS Praise:  સંજ્ય દત્તનો વિવાદ

સંજય દત્ત લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. સૌથી ચર્ચાસ્પદ કેસ 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલો છે. તે સમયે તેમને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં TADA (આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેમને TADAના આરોપોમાંથી તો મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ગેરકાયદેસર હથિયાર રાખવા (આર્મ્સ એક્ટ) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે તેમને જેલ પણ જવું પડ્યું હતું.

આ પણ વાંચો:  જમ્મુ પૂર પીડિતોને સહારો આપવા Bhumi Pednekar આગળ આવી

Tags :
Advertisement

.

×