Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ઈમરજન્સીએ દેખાડ્યું કે આઝાદી કેવી રીતે છીનવાય' : શશી થરૂર

SHASHI THAROOR : ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા બળજબરીથી નસબંધી અભિયાનને 'ક્રૂરતાનું ઉદાહરણ' ગણાવ્યું.
 ઈમરજન્સીએ દેખાડ્યું કે આઝાદી કેવી રીતે છીનવાય    શશી થરૂર
Advertisement
  • કટોકટી કાળ સામે કોંગ્રેસના સાંસદે સવાલો ઉઠાવ્યા
  • શશી થરૂર વિરૂદ્ધ કોંગ્રેસના અંતરિક વર્તુળોમાં ભારે રોષ
  • કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં - શશી થરૂર

SHASHI THAROOR : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે (CONGRESS MP SHASHI THAROOR) 1975 માં લાદવામાં આવેલી કટોકટી (EMERGENCY - 1975) પર સવાલ ઉઠાવ્યા છે. તાજેતરના એક લેખમાં તેમણે કહ્યું હતું કે, તેને ભારતીય ઇતિહાસ (INDIAN HISTORY) ના 'કાળા પ્રકરણ' (BLACK CHAPTER) તરીકે યાદ રાખવાને બદલે, આપણે તેમાંથી પાઠ શીખવો જોઈએ. ગુરુવારે મલયાલમ અખબાર 'દીપિકા'માં પ્રકાશિત થયેલા પોતાના લેખમાં શશિ થરૂરે કહ્યું કે, શિસ્ત અને વ્યવસ્થા માટે લેવામાં આવેલા પગલાં ક્યારેક એવી ક્રૂરતામાં ફેરવાઈ જાય છે, જેને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. તેમણે ઉમેર્યું કે, ઇમજન્સીએ દેખાડ્યું કે, આઝાદી કેવી રીતે છીનવાય છે, ઇમરસન્સી મારફતે સ્વતંત્રતા છીનવવામાં આવી હતી. રાજનૈતિક અસહમતીઓ દબાવી દેવાઇ હતી. તેના સમર્થનમાં ન્યાય પાલિકા ઝુકી હતી. આજે 1975 નું ભારત નથી. આજે મજબુત લોકતંત્ર છે.

નસબંધી એક મનસ્વી નિર્ણય છે : થરૂર

50 વર્ષ પહેલાં, 25 જૂન, 1975 ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી, જે 21 માર્ચ, 1977 સુધી અમલમાં રહી હતી. થરૂરે પોતાના લેખમાં ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા બળજબરીથી નસબંધી અભિયાનને 'ક્રૂરતાનું ઉદાહરણ' ગણાવ્યું હતું છે. તેમણે લખ્યું કે, "ગરીબ ગ્રામીણ વિસ્તારોમાં, લક્ષ્યો હાંસલ કરવા માટે હિંસા અને બળજબરીનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી દિલ્હી જેવા શહેરોમાં, ઝૂંપડપટ્ટીઓ નિર્દયતાથી તોડી પાડવામાં આવી હતી. હજારો લોકો બેઘર થઈ ગયા હતા અને તેઓએ પોતાના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું,". થરૂરના મતે, "આ ઝુંબેશ એક મનસ્વી અને ક્રૂર નિર્ણય હતો જેની લોકોના જીવન પર ઊંડી નકારાત્મક અસર પડી હતી."

Advertisement

લોકશાહીને હળવાશથી ન લેવાની સલાહ

થરૂરે પોતાના લેખમાં લોકશાહીને હળવાશથી ન લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તેને "કિંમતી વારસો" તરીકે વર્ણવ્યું જેને સતત સાચવવાની જરૂર છે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે, સત્તાના કેન્દ્રીકરણ, અસંમતિ સામે દમન અને બંધારણની છેડછાડ પર અસંતોષ અનેક સ્વરૂપોમાં ફરી ઉભરાઇને સામે આવી શકે છે. થરૂરે તેમ પણ કહ્યું કે, ઘણીવાર રાષ્ટ્રીય હિત કે સ્થિરતાના નામે આવી કાર્યવાહીને વાજબી ઠેરવવામાં આવે છે. આ અર્થમાં કટોકટી એક ચેતવણી તરીકે ઊભી થઇને સામે આવે છે. તેમણે અંતમાં લખ્યું કે, લોકશાહીના રક્ષકોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ, જેથી આવી પરિસ્થિતિઓ ફરીથી ન સર્જાય.

Advertisement

આ પણ વાંચો ---- BIHAR ELECTION પહેલા મતદાર યાદીની સમીક્ષામાં અત્યંત ચોંકાવનારા તારણો સામે આવ્યા

Tags :
Advertisement

.

×