Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun kharge એ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, વોટ ચોરી કર્યા બાદ હવે સત્તા ચોરી કરવી છે!

Mallikarjun kharge ઇન્દિરા ભવન ખાતે હરિયાણા અને મધ્યપ્રદેશના જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ના નવનિયુક્ત પ્રમુખો સાથેની બેઠકમાં પોતાના પ્રારંભિક ભાષણમાં આ ટિપ્પણી કરી હતી
કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ mallikarjun kharge એ ભાજપ પર કર્યા આકરા પ્રહાર  વોટ ચોરી કર્યા બાદ હવે સત્તા ચોરી કરવી છે
Advertisement
  • Mallikarjun kharge એ ભાજપ પર કર્યા પ્રહાર
  • નવા બિલને લઇને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
  • આ બિલ લોકશાહી પર બુલડોઝર ચલાવવા જેવું છે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના નવા બિલ પર ભાજપને ઘેરી હતી અને તેના પર શાબ્દિક આકરા પ્રહાર કર્યા હતા, તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ વોટ ચોરી કર્યા બાદ હવે સત્તા ચોરી કરવાના આયોજનમાં લાગી ગઇ છે. ધરપકડનો ઉપયોગ હથિયાર તરીકે કરીને 30 દિવસમાં વિપક્ષી સરકારોને ઉથલાવી પાડવા અને 'લોકશાહીને અસ્થિર કરવા માટેનું બિલ લાવવામાં આવી રહ્યું છે. વધુમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે વડ પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને દૂર કરવાની જોગવાઈઓ ધરાવતું બિલ નાગરિકોના તેમની સરકાર પસંદ કરવાનો અથવા દૂર કરવાનો અધિકાર છીનવી લે છે અને તે ED અને CBI જેવી સંસ્થાઓને આપે છે. તેમણે કહ્યું, આ લોકશાહી પર બુલડોઝર ચલાવવા જેવું છે.

નોંધનીય છે કોંગ્રેસના રાષ્ટીય અધ્યક્ષ ખડગેએ ઇન્દિરા ભવન ખાતે હરિયાણા અને મધ્યપ્રદેશના જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ના નવનિયુક્ત પ્રમુખો સાથેની બેઠકમાં પોતાના પ્રારંભિક ભાષણમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને બૂથ અને મંડલ સમિતિઓની રચનામાં ખાસ કાળજી લેવા અને ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો કે આ સમિતિઓના સભ્યો પક્ષ પ્રત્યે વફાદાર રહે અને કોંગ્રેસની વિચારધારાથી ભટકાય નહીં.

Advertisement

Mallikarjun kharge એ  ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા

ખડગેએ કહ્યું, 'અમને છ મહિનાના અભ્યાસ પછી આ બધું ખબર પડી. તેમણે કહ્યું, 'ચૂંટણી પંચે શરૂઆતમાં કોઈ જવાબ આપ્યો ન હતો. હવે આખો દેશ આ સમજી રહ્યો છે. બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વચ્ચેની ચર્ચાને સુપ્રીમ કોર્ટમાં ઝાટકો લાગ્યો.' સંસદના તાજેતરમાં પૂર્ણ થયેલા ચોમાસા સત્ર વિશે બોલતા ખડગેએ કહ્યું કે વિપક્ષ ઇચ્છે છે કે સંસદ કાર્યરત રહે અને જનતાને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થાય, પરંતુ ભાજપ સરકાર ઇચ્છતી નથી કે SIR અને 'મત ચોરી' જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થાય.

Advertisement

Mallikarjun kharge એ કહ્યું કે  મતદાર યાદી ચેક કરતા રહેવું પડશે

તેમણે વધુમાં કહ્યું, 'ભાજપ SIR જેવી યોજનાઓ દ્વારા આપણા લોકોના મત કાપતો રહેશે. જિલ્લા પ્રમુખની સૌથી મોટી જવાબદારી આખા પાંચ વર્ષ સુધી સતર્ક રહેવાની છે.' કોંગ્રેસ પ્રમુખે કહ્યું, 'આપણે આપણી મતદાર યાદીઓની સંપૂર્ણ તપાસ કરતા રહેવું પડશે, જેથી જો ભાજપના લોકો કે BLO અમારા લોકોના નામ કાપી નાખે, તો આપણે તેમને તાત્કાલિક પકડી શકીએ.' તેમણે કોંગ્રેસના નેતાઓને લોકોને જણાવવા વિનંતી કરી કે દેશમાં દરેકને મતદાન કરવાનો અધિકાર કોંગ્રેસની ભેટ છે. ખડગેએ કહ્યું, 'રાજીવ ગાંધીએ મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી, જેથી લોકશાહીમાં યુવાનોની ભાગીદારી વધારી શકાય.'

Mallikarjun kharge એ   'મતદાર અધિકાર યાત્રા' વિશે આ નિવેદન આપ્યું

'મત ચોરી'ના મુદ્દા પર બિહારમાં રાહુલ ગાંધીની 'મતદાર અધિકાર યાત્રા'નો ઉલ્લેખ કરતા ખડગેએ દાવો કર્યો કે લાખો લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો, 'પરંતુ વડા પ્રધાન લોકોને ગેરમાર્ગે દોરવા માટે ઘુસણખોરો વિશે વાત કરી રહ્યા છે.' કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, 'મત ચોરી પછી, ભાજપ હવે સત્તા ચોરી'માં વ્યસ્ત છે. સંસદના છેલ્લા દિવસે, તેઓ બંધારણ સુધારા બિલ સહિત ત્રણ નવા બિલ લાવ્યા, ભલે તેમની પાસે બે તૃતીયાંશ બહુમતી ન હોય.

'આ બિલ નાગરિકોને સરકાર પસંદ કરવાનો અધિકાર છીનવી લેશે.

તેમણે આરોપ લગાવ્યો કે આ બિલ નાગરિકોનો સરકાર પસંદ કરવાનો કે દૂર કરવાનો અધિકાર છીનવી લે છે અને ED-CBI જેવી સંસ્થાઓને સત્તા આપે છે.ખડગેએ વધુમાં કહ્યું, 'આ લોકશાહી પર બુલડોઝર ચલાવવા જેવું છે.' તેમણે આરોપ લગાવ્યો, 'આ બિલો દ્વારા, ભાજપ 30 દિવસમાં વિપક્ષી સરકારોને ઉથલાવી શકે છે, ધરપકડને હથિયાર તરીકે ઉપયોગ કરીને લોકશાહીને અસ્થિર કરી શકે છે.

બિલમાં શું છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા, જેમાં ગંભીર આરોપોમાં ધરપકડ કરાયેલા અને સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેલા વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. વિપક્ષના સાંસદોએ આ બિલોનો ભારે વિરોધ કર્યો છે. ગૃહે કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) બિલ 2025, બંધારણ (130મો સુધારો) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025 ને સંસદની સંયુક્ત સમિતિને વિચારણા માટે મોકલ્યા છે, જેમાં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:   Jammu and Kashmir Rain : કઠુઆમાં ભારે વરસાદે તબાહી મચાવી, સહાર ખાડ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત

Tags :
Advertisement

.

×