Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં કોંગ્રેસે પાંચ ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

કોંગ્રેસે બિહાર ચૂંટણી માટે 5 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે કુલ 54 ઉમેદવારોના નામો જાહેર અત્યાર સુધી કોંગ્રેસે કર્યા છે. કિશનગંજમાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ રદ કરીને RJD છોડીને આવેલા મોહમ્મદ કમરુલ હુડાને ટિકિટ અપાઈ છે. જોકે, મહાગઠબંધનમાં હજુ સુધી બેઠક વહેંચણીની ઔપચારિક જાહેરાત થઈ નથી, જેના કારણે આંતરિક અસમંજસ ચાલુ છે.
બિહારમાં કોંગ્રેસે પાંચ ઉમેદવારની બીજી યાદી કરી જાહેર
Advertisement
  • બિહાર માં કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી
  • કોંગ્રેસે અત્યાર સુધી 54 ઉમેદવારોના નામ જાહેર કર્યા
  • બિહારમાં મહાગઠબંધનમાં ટિકિટ મામલે ચાલી રહ્યું છે ઘમાસાન

બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ શનિવારે તેના ઉમેદવારોની પાંચ નામો ધરાવતી બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં નરકટિયાગંજથી શાશ્વત કેદાર પાંડે, કિશનગંજથી મોહમ્મદ કમરુલ હુડા, કસ્બાથી મોહમ્મદ ઈરફાન આલમ, પૂર્ણિયાથી જીતેન્દ્ર યાદવ અને ગયા ટાઉનથી મોહન શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આ સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 54 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યારે મહાગઠબંધન (INDIA બ્લોક) દ્વારા હજી સુધી બેઠક વહેંચણીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે ગઠબંધનમાં અસમંજસની સ્થિતિ યથાવત છે.

Advertisement

બિહાર કોંગ્રેસ 5 ઉમેદવારની યાદી જાહેર કરી

આ યાદીમાં સૌથી મોટો ફેરફાર કિશનગંજ વિધાનસભા બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મોહમ્મદ ઇઝહારુલ હુસૈનની ટિકિટ રદ કરવામાં આવી છે. તેમની જગ્યાએ ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ કમરુલ હુડાને ટિકિટ આપવામાં આવી છે. હુડા તાજેતરમાં જ RJD છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેનો તેમને સીધો ફાયદો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, હુડાએ 2019ની પેટાચૂંટણીમાં AIMIMની ટિકિટ પર પહેલીવાર આ બેઠક જીતી હતી

Advertisement

બિહારકોંગ્રેસ  બીજી યાદીમાં 5 ઉમેદવાર સહિત 54 નામો પર લગાવી મોહર

બીજી તરફ, મહાગઠબંધનમાં આંતરિક ખેંચતાણ યથાવત છે. કોંગ્રેસ દ્વારા એકપક્ષીય રીતે ઉમેદવારોની યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાના નોમિનેશનની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં, RJD અને કોંગ્રેસ સહિતના સાથી પક્ષો વચ્ચે કેટલીક બેઠકો પર સહમતિ સધાઈ નથી. મીડિયા અહેવાલો મુજબ, મહાગઠબંધનમાં RJD અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કેટલીક બેઠકો પર આંતરિક ટક્કર  જોવા મળી રહી છે. આ ગૂંચવણની સ્થિતિ NDAના ગઠબંધનથી તદ્દન વિપરીત છે, જેણે પોતાના તમામ 243 ઉમેદવારોની જાહેરાત વહેલી તકે કરી દીધી છે. મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મામલે ઘમાચાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:  બિહારમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મામલે બબાલ, આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×