PM Modi ની માતા પર બનેલો AI વીડિયો તાત્કાલિક કોંગ્રેસ તેના સોશિયલ મીડિયા પેજ પરથી હટાવે: Patna High Court
- PM Modi ની માતાનો AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) વીડિયો શેર કરવા પર નારાજગી વ્યક્ત કરી
- હાઈકોર્ટે કોંગ્રેસના સોશિયલ મીડિયા પેજ પરથી આ વીડિયો તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો
- વીડિયોને શરમજનક ગણાવ્યો અને કોંગ્રેસ પાસેથી માફી માંગવાની માંગ કરી
PM Modi: પટના હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) વીડિયો શેર કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કોંગ્રેસના સોશિયલ મીડિયા પેજ પરથી આ વીડિયો તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. તાજેતરમાં, કોંગ્રેસના સોશિયલ મીડિયા પેજ પરથી એક AI વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયોમાં પીએમ મોદીની માતા સપનામાં તેમની સાથે વાત કરતી દર્શાવવામાં આવી છે. AI વીડિયોમાં માતા અને પુત્ર વચ્ચેની કાલ્પનિક વાતચીત દર્શાવવામાં આવી છે.
વીડિયોને શરમજનક ગણાવ્યો અને કોંગ્રેસ પાસેથી માફી માંગવાની માંગ કરી
વીડિયો સામે આવ્યા બાદથી ભાજપ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. ભાજપ સતત આરોપ લગાવી રહ્યું છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને ગાળો આપવા ટેવાયેલા છે. કોંગ્રેસ પાર્ટીને મહિલાઓ પ્રત્યે કોઈ માન નથી. ભાજપે આ વીડિયોને શરમજનક ગણાવ્યો અને કોંગ્રેસ પાસેથી માફી માંગવાની માંગ કરી.
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પણ આ AI વીડિયો સામે વાંધો ઉઠાવ્યો
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પણ આ AI વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે, "આવી ટેકનોલોજીનો દુરુપયોગ આપણા સામાજિક મૂલ્યોની વિરુદ્ધ છે. આવા AI વીડિયો બનાવવાથી બચવા માટે કડક નિયમોની જરૂર છે." તાજેતરમાં, બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રોષ વ્યક્ત કર્યા પછી, કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે ભાજપે આવા કૃત્યને ઉશ્કેરવા માટે જાણી જોઈને પોતાના કાર્યકરોને કાર્યક્રમમાં મોકલ્યા હતા.


