PM Modi Mother AI Video:કોંગ્રેસને આ ભૂલ પડશે ભારે! દિલ્હી પોલીસ હવે એક્શનના મૂડમાં
- PM Modi Mother AI Video વીડિયો બનાવતા કોંગ્રેસ સામે ફરિયાદ
- PM Modiના સ્વર્ગસ્થ માતા હીરાબેનની છબીને ખરડનારા ડીપફેક વીડિયો બનાવ્યો
- દિલ્હી પોલીસે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અને તેના આઈટી સેલ વિરુદ્ધ કેસ નોંધ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેનની છબીને ખરડનારા ડીપફેક વીડિયો વિવાદે રાજકીય વળાંક લીધો છે. ભાજપની ફરિયાદ પર, દિલ્હી પોલીસે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અને તેના આઈટી સેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.ભાજપની ફરિયાદ પર દિલ્હી પોલીસે કોંગ્રેસ અને તેના આઈટી સેલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીની છબીને ખરડાવતા AI-જનરેટેડ ડીપફેક વીડિયો અંગે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ વીડિયોમાં વડા પ્રધાનને તેમની માતાના સ્વપ્નમાં દેખાતા દર્શાવીને રાજકીય વિવેચના કરવામાં આવી છે, જેને ભાજપે મહિલા ગૌરવ અને માતૃત્વનું અપમાન ગણાવ્યું છે.
PM Modi Mother AI Video વીડિયો મામલે કોંગ્રેસ સામે નોંધાઇ ફરિયાદ
નોંધનીય છે કે ભાજપ દિલ્હી ચૂંટણી સેલના કન્વીનર સંકિત ગુપ્તાએ આ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે 10 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 6:12 વાગ્યે કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ 'INC Bihar' પરથી પ્લેટફોર્મ X પર આ ડિપફેક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને તેમાં વડા પ્રધાન અને તેમની માતાની છબી અપમાનજનક રીતે દર્શાવવામાં આવી છે.
#BREAKING: Delhi Police registers FIR at North Avenue Police Station over an AI-generated video mocking Prime Minister Narendra Modi’s late mother, invoking BNS sections 318(2), 336(3), 336(4), 340(2), 352, 356(2), and 61(2) pic.twitter.com/wwG8UuQ5eV
— IANS (@ians_india) September 13, 2025
PM Modi Mother AI Video માં માતાનું અપમાન મામલે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં ભાજપે જણાવ્યું છે કે આ વીડિયો માત્ર વડા પ્રધાનની પ્રતિષ્ઠાને ખરડાવવા માટે જ નથી, પરંતુ એક મહિલાના ગૌરવ અને માતૃત્વનું ઘોર અપમાન છે. તેને રાજકારણની મર્યાદાઓથી આગળ વધીને અંગત જીવન અને પરિવાર પર હુમલો ગણાવતા ભાજપે કહ્યું કે આવા કૃત્યો રાજકીય દુર્બળતાનું પ્રતીક છે અને તેને કાયદા, નૈતિકતા તથા મહિલા સુરક્ષાના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. ભાજપના સંકિત ગુપ્તાએ ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે 27-28 ઓગસ્ટ, 2025ના રોજ બિહારના દરભંગામાં યોજાયેલી કોંગ્રેસ-આરજેડી મતદાર અધિકાર યાત્રા દરમિયાન પણ વડા પ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે કોંગ્રેસનું આ કૃત્ય સુનિયોજિત છે અને બિહાર વિધાનસભા ચૂંટણીના વાતાવરણને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે.
PM Modi Mother AI Video મામલે દિલ્હી પોલીસે આ કલમ હેઠળ નોંધી ફરિયાદ
આ મામલાને ગંભીરતાથી લેતા, દિલ્હી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૨), ૩૩૬(૩)(૪), ૩૪૦(૨), ૩૫૨, ૩૫૬(૨) અને ૬૧(૨) હેઠળ તેમજ આઈટી એક્ટ અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે. પોલીસે તમામ ડિજિટલ પુરાવા મેળવીને તપાસ શરૂ કરી દીધી છે, જેમાં વીડિયોની તકનીકી તપાસ પણ સામેલ છે.
PM Modi Mother AI Video મામલે ભાજપના નેતાએ આપી પ્રતિક્રિયા
આ મુદ્દે ભાજપના નેતા અનુરાગ ઠાકુરે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "દરેકના જીવનમાં માતાનું સ્થાન સર્વોપરી છે, પરંતુ કોંગ્રેસ અને આરજેડી એટલા નીચા સ્તરે ઉતરી ગયા છે કે તેઓ વડા પ્રધાનની સ્વર્ગસ્થ માતા વિશે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આ વીડિયો દ્વારા કોંગ્રેસ અને આરજેડીની માનસિકતા સ્પષ્ટપણે દેખાય છે. શું કોઈની માતા સાથે દુર્વ્યવહાર કરવો જરૂરી છે?" તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે આ કૃત્ય માટે દેશ કે વડા પ્રધાન પાસે માફી માંગી નથી. તેમણે ચેતવણી આપી કે બિહારના લોકો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડીને યોગ્ય જવાબ આપશે. ઠાકુરે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસ નેતા મહત્વપૂર્ણ પ્રસંગોમાં સતત ગેરહાજર રહે છે.
PM Modi Mother AI Video કોંગ્રેસે આપ્યો આ જવાબ
બીજી તરફ કોંગ્રેસે આ આરોપોને નકાર્યા છે. પાર્ટીના નેતા પવન ખેરાએ કહ્યું, "તેમને શું વાંધો છે? ફક્ત એટલા માટે કે એક માતા પોતાના પુત્રને કંઈક યોગ્ય કરવાનું શીખવી રહી છે, તેમાં અનાદર ક્યાં છે? આ ન તો માતાનો અનાદર છે, જેનો આપણે ખૂબ આદર કરીએ છીએ, ન તો પુત્રનો. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે વીડિયોમાં વડા પ્રધાન કે તેમની માતા પ્રત્યે કોઈ અનાદર કરવામાં આવ્યો નથી અને તે રાજકીય વ્યંગ્ય તરીકે બનાવવામાં આવ્યો હતો. બિહાર કોંગ્રેસ યુનિટે આ વીડિયો અંગે આંતરિક તપાસ પણ શરૂ કરી છે.
આ પણ વાંચો : PM Modi એ Manipur ના લોકોને શાંતિ માટે કરી અપીલ, વિકાસ માટે શાંતિ જરૂરી


