Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ રેલી - શક્તિસિંહનો સરકારને ખુલ્લો પડકાર; સરકાર ખેડૂતોના દેવા માફ કરે

મોસમી વરસાદ પછી રાજ્યમાં ખેડૂતોને સહાય આપવાને લઈને ઘમાસાણ મચ્યું છે. એક તરફ સરકાર તરફથી મંત્રીઓ જાહેરાત કરીને કહી રહ્યાં છે કે ટૂંક જ સમયમાં ખેડૂતો માટે સહાય પેકેજની ઘોષણા કરવામાં આવશે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ સરકાર પર પોતાના પ્રહારો શરૂ રાખ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર તીખા પ્રહાર કરતાં ખેડૂતોને ઝડપી સહાય આપવાની માગ કરી છે.
સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ રેલી   શક્તિસિંહનો સરકારને ખુલ્લો પડકાર  સરકાર ખેડૂતોના દેવા માફ કરે
Advertisement
  • શક્તિસિંહ ગોહિલના તીખા પ્રહાર : ભૂપેન્દ્ર સરકાર પર ખેડૂતોના દેવા માફી અને વળતરની માંગ
  • પાક વીમા યોજના બંધ કરી : શક્તિસિંહના ગુજરાત સરકાર પર આકરા આક્ષેપો, આવતીકાલે આક્રોશ યાત્રા
  • ખેડૂતોને લોલીપોપ ન આપો : શક્તિસિંહ ગોહિલની મુખ્યમંત્રીને પડકાર, સંપૂર્ણ દેવા માફીની માગ
  • સોમનાથથી દ્વારકા સુધી આક્રોશ યાત્રા : ગોહિલે કરી માંગ, પશુપાલકો માટે ઘાસ વ્યવસ્થા કરો
  • મોટા ઉદ્યોગપતિઓના 21 લાખ કરોડ માફ, ખેડૂતોને કેમ નહીં? ગોહિલના સરકાર પર પ્રહાર

શક્તિસિંહના સરકાર પર તીખા પ્રહાર : કમોસમી વરસાદ પછી રાજ્યમાં ખેડૂતોને સહાય આપવાને લઈને ઘમાસાણ મચ્યું છે. એક તરફ સરકાર તરફથી મંત્રીઓ જાહેરાત કરીને કહી રહ્યાં છે કે ટૂંક જ સમયમાં ખેડૂતો માટે સહાય પેકેજની ઘોષણા કરવામાં આવશે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ સરકાર પર પોતાના પ્રહારો શરૂ રાખ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર તીખા પ્રહાર કરતાં ખેડૂતોને ઝડપી સહાય આપવાની માગ કરી છે. આ સાથે જ કોંગ્રેસની આક્રોશ રેલીની જાહેરાત કરી છે. સોમનાથથી દ્વારાકા સુધીમાં આક્રોશ રેલી કાઢવામાં આવશે. જે રેલીમાં ખેડૂતોના મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન પર રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભૂપેન્દ્ર પટેલ સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તે ઉપરાંત તેમણે ખેડૂતોની આત્મહત્યા વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે. આ દરમિયાન તેમણે ખેડૂતોને આત્મહત્યાનું પગલું ન ભરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તમારા માટે આપણે બધા મળીને સંઘર્ષ કરીશું પરંતુ આત્મહત્યાનું પગલું ન ભરો.  તેમણે સરકારને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા, પાક વીમા યોજના પુનઃચાલુ કરવા અને વ્યાપક વળતર આપવાની માંગ કરી છે. ગોહિલે કહ્યું કે, "સમગ્ર દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના ચાલે છે, પરંતુ ગુજરાતમાં તે બંધ કરી દેવામાં આવી છે. આવું કેમ?"

Advertisement

આ પણ વાંચો- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આપી એક Special offer

Advertisement

ગોહિલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલ પર પણ સવાલ ઉભા કર્યા અને કહ્યું કે, "આ યોજના અમલમાં આવશે તેવું કહેવામાં આવે છે, પરંતુ એક પણ ખેડૂતને તેનો લાભ નથી મળ્યો. આ સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતો માટે કોઈ રક્ષણ નથી રહ્યું." તેમણે સરકારને જવાબદારી સ્વીકારવા અને કોઈ નાટક વગર વળતર આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, "જેટલું જેનું નુકસાન તેને તેટલું વળતર આપવામાં આવે. સર્વેનું એક નાટક ચાલે છે, જે કરનારા અધિકારીઓ છે, ખેડૂતો નહીં. સહાયના નામે લોલીપોપ ન આપો," એમ તેમણે સરકારને ખૂલ્લો પડકાર ફેંક્યો છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, દિવાળી પછી સતત પડેલા વરસાદે મોઢા પાસે આવેલું કોળિયું છીનવી લેતા ખેડૂતોનું મનોબળ તૂટી ગયું છે.  તેથી તેઓ આત્મહત્યા તરફ વળ્યાં છે. તેમણે કહ્યું તે, ખેડૂતો માટે આવો કપરો સમય ક્યારેય આવ્યો નથી. આ દરમિયાન તેમણે વિનંતી કરી છે કે આત્મહત્યા ન કરો.

ગોહિલે ભૂતકાળના વચનોની યાદ અપાવી અને કહ્યું કે, "પ્રધાનમંત્રી 2014માં ઉમેદવાર હતા ત્યારે જાહેરાત કરી હતી કે ભાજપની સરકાર બને તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. પરંતુ હવે 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોને કંઈ આપવામાં આવી રહ્યું નથી. ડૉ. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના નેતૃત્વવાળી સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. કર્ણાટક અને તેલંગાણામાં એકરે 16 હજાર રૂપિયા આપે છે, તો ગુજરાતમાં કેમ નહીં?"

આ પણ વાંચો-Gandhinagar : કૃષિ મંત્રીનું નિવેદન : માવઠાથી 42 લાખ હેક્ટર ખેતીને નુકસાન, રાહત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી

પશુપાલકોની સ્થિતિ પર પણ ગોહિલે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, "પશુપાલકોની પણ સ્થિતિ કફોડી છે. તેમના માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ." તેમણે કોંગ્રેસના સમર્થનમાં કહ્યું, "અમે ખેડૂતોની સાથે છીએ. આજે ભાજપના ધારાસભ્યોને ખેડૂતો ભગાડી રહ્યા છે. અમે લોકોના દુઃખમાં ભાગીદાર થવા યાત્રા લઈને જઈ રહ્યા છીએ."

આ મુદ્દાઓને લઈને કોંગ્રેસે આવતીકાલે, 6 નવેમ્બરે, સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી 'ખેડૂત આક્રોશ યાત્રા' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રની સાંકળી લઈને દ્વારકા ખાતે પૂર્ણાહુતિ કરશે. આ યાત્રા 1 થી 13 નવેમ્બર સુધી ચાલશે, જેમાં તમામ કલેક્ટર કચેરીઓનો ઘેરાવો અને પદયાત્રાઓનો સમાવેશ થશે. આ પગલું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પત્ર અને કૃષિ મંત્રીના નિવેદન પછી વધુ તીવ્ર બની રહ્યું છે, જેમાં 42 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો- Gandhinagar : કૃષિ મંત્રીનું નિવેદન : માવઠાથી 42 લાખ હેક્ટર ખેતીને નુકસાન, રાહત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી

Tags :
Advertisement

.

×