ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra માં ટ્રેનને પલટી દેવાનું કાવતરું, રેલવે ટ્રેક પરથી સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો...

Maharashtra ના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સ્ટેશનથી એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો પથ્થર મળ્યો લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળ્યો મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી...
08:22 AM Sep 11, 2024 IST | Dhruv Parmar
Maharashtra ના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સ્ટેશનથી એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો પથ્થર મળ્યો લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળ્યો મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી...
  1. Maharashtra ના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર
  2. સ્ટેશનથી એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો પથ્થર મળ્યો
  3. લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળ્યો

મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે. લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળી ગયો હતો. રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ચાલુ છે.

કાનપુરમાં ISIS ના ખોરાસન મોડ્યુલ સાથે લિંક...

તપાસ એજન્સીઓને કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના કાવતરામાં ISISના ખોરાસાન મોડ્યુલની સંડોવણી હોવાની શંકા છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જેહાદી બનાવવામાં આવે છે એટલે કે તેમનું બ્રેઈનવોશ કરવામાં આવે છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા બોમ્બ બનાવવા જેવી ટ્રેનિંગ આપવામાં આવે છે. રેલ્વે ટ્રેક પરથી જે પ્રકારનું મટીરીયલ મળી આવ્યું છે તેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ સ્વયં કટ્ટરપંથી બની શકે છે.

આ પણ વાંચો : વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ઉદ્ઘાટન પહેલા તૂટ્યો કાચ

અજમેરમાં પણ ષડયંત્ર...

અજમેરમાં, બદમાશોએ સરધના અને બાંગર ગ્રામ રેલ્વે સ્ટેશનો વચ્ચે બે સ્થળોએ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક્સ મૂક્યા હતા. સદનસીબે ટ્રેન તેમને તોડીને આગળથી પસાર થઈ હતી અને કોઈ અકસ્માત થયો ન હતો. આ ઘટના રવિવારે રાત્રે ફૂલેરાથી અમદાવાદ રૂટ પર બની હતી. આ માલગાડી ફુલેરાથી અમદાવાદ જઈ રહી હતી. મળતી માહિતી મુજબ, SIT આ મામલાની તપાસ કરશે.

આ પણ વાંચો : Kolkata Case : મૃતક મહિલા ડોક્ટરના પિતાએ રડતા રડતા જાણો શું કહ્યું..., CM મમતા વિશે કહી મોટી વાત...

Tags :
Gujarati NewsIndiaindian railwayNationalRailway TrackSolapur MaharashtraSolapur train derailtrain accidentTrain Accident Newstrain derail Conspiracy
Next Article