Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-America Controversy : અમેરિકામાં બ્રાહ્મણ’ શબ્દને લઈને વિવાદ, કોંગ્રેસના નેતાએ કર્યું સમર્થન

India-America Controversy: અમેરિકાએ ભારત પર મસમોટો 50 ટકા ટેરિફ બોંબ ઝિંક્યો બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વારંવાર ભારત વિરોધી બકબક કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમના સલાહકાર પીટર...
india america controversy   અમેરિકામાં બ્રાહ્મણ’ શબ્દને લઈને વિવાદ  કોંગ્રેસના નેતાએ કર્યું સમર્થન
Advertisement

India-America Controversy: અમેરિકાએ ભારત પર મસમોટો 50 ટકા ટેરિફ બોંબ ઝિંક્યો બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વારંવાર ભારત વિરોધી બકબક કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમના સલાહકાર પીટર નવારોએ પણ ટ્રમ્પની જેમ લવારી કરી ભારત વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યા છે. થોડા દિવસ પહેલા નવારોએ યુક્રેન યુધ્ધ હકિકતમાં મોદી વૉર હોવાનું કહ્યું હતું. તો હવે તેમણે બ્રાહ્મણો મામલે વિવાદાસ્પદ (India-America Controversy)નિવેદન આપ્યું છે. નવારોએ તાજેતરમાં કહ્યું કે, ભારતીય બ્રાહ્મણો રશિયા પાસેથી ઓઈલ ખરીદીને સૌથી વધુ નફો મેળવી રહ્યા છે. નવારોની લવારીનો દેશના લોકો વિરોધ કરી રહ્યા છે અને તેમના નિવેદનને તદ્દન વિભાજનકારી ગણાવી રહ્યા છે. જોકે બીજીતરફ કોંગ્રેસ નેતા ઉદિત રાજે પીટર નવારોના નિવેદનનું સમર્થન કર્યું છે.

'ઉચ્ચ જાતિના ઉદ્યોગપતિઓને ફાયદો' (India-America Controversy)

કોંગ્રેસના નેતા ઉદિત રાજે નવારોના દાવાને ટેકો આપ્યો કે, ભારતમાં ઉચી જાતિના કોર્પોરેટ ઉદ્યોગો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને નફો કરી રહ્યા છે. ઉદિત રાજે કહ્યું કે, તેમણે (નવારોએ) જે કહ્યું, તે હકીકતમાં સાચું છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ ઉદિત રાજે આરોપ લગાવ્યો કે, દેશમાં ફક્ત ઉચ્ચ જાતિના ઉદ્યોગપતિઓને જ રશિયન તેલ ખરીદવાથી ફાયદો થઈ રહ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Vote chori : હવે વોટ ચોરીનો 'હાઇડ્રોજન બોમ્બ ફોડીશું', વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીનું નિવેદન

Advertisement

કોગ્રેસના નેતાએ

કોગ્રેસના નેતાએ કહ્યું કે, 'હું પીટર નવારોના નિવેદન સાથે સંપૂર્ણપણે સંમત છું કે, રશિયા પાસેથી તેલ ખરીદવાથી બ્રાહ્મણોને ફાયદો થઈ રહ્યો છે. એ સાચું છે કે, ભારતમાં કોર્પોરેટ ઉદ્યોગો મોટાભાગે ઉચ્ચ જાતિઓ દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ રશિયા પાસેથી તેલ ખરીદે છે, તેને રિફાઇન કરે છે અને ખૂબ ઊંચા ભાવે વેચે છે. સામાન્ય ભારતીયોને આનો કોઈ લાભ મળી રહ્યો નથી.

આ પણ  વાંચો -Afghanistan Earthquake : ભૂકંપને કારણે મોટું નુકસાન, 800થી વધુ લોકોના મોત

‘પછાત જાતિઓ-દલિતોને કોર્પોરેટ સ્થાપવામાં 100 વર્ષ લાગશે’

ઉદિત રાજે (Udit Raj) એવો પણ દાવો કર્યો છે કે, ‘પછાત જાતિઓ અને દલિતોને દેશમાં કોર્પોરેટ સ્થાપવા માટે 100 વર્ષ લાગશે. મને નથી લાગતું કે દેશમાં પછાત જાતિઓ અને દલિતો, વર્ષો જૂના ભેદભાવને કારણે આગામી 100 વર્ષમાં કોર્પોરેટ ગૃહો સ્થાપી શકશે. નવારોની વાત તથ્યપૂર્ણ રીતે સાચી છે અને કોઈ પણ તેમની વાતનો ઈનકાર કરી શકે તેમ નથી.’

Tags :
Advertisement

.

×