Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં કોરોનાએ વધારી ચિંતા, મોદી સરકારે 8 રાજ્યોને આપ્યા આદેશ

ભારતમાં ફરી એકવાર કોવિડ-19 (COVID-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,692 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય દર્દીઓની...
ભારતમાં કોરોનાએ વધારી ચિંતા  મોદી સરકારે 8 રાજ્યોને આપ્યા આદેશ
Advertisement

ભારતમાં ફરી એકવાર કોવિડ-19 (COVID-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,692 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 66 હજારથી વધુ થઈ ગઈ છે.

કોરોનાના ખતરાને જોતા હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે આ રાજ્યોને સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.

Advertisement

આ 8 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (1 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% કરતાં વધુ છે), તમિલનાડુ (11 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% કરતાં વધુ છે), રાજસ્થાન (6 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% કરતાં વધુ છે), મહારાષ્ટ્ર (8 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% છે), કેરળ (14 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% કરતાં વધુ), કર્ણાટક-હરિયાણા (12 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% કરતાં વધુ) અને દિલ્હી (11 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10% કરતાં વધુ.

Advertisement

તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 5.46 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપ માટે 66170 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 0.15 ટકા છે. ભારતમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,48,69,68 લોકો ચેપમુક્ત થઈ ગયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.18 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના કેસનો આંકડો 4 કરોડને પાર પહોંચ્યો
નોંધપાત્ર રીતે, 7 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ, 2020 ના રોજ, 30 લાખ અને 5 સપ્ટેમ્બર, 2020 ના રોજ, 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ઈન્ફેક્શનના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. 4 મે, 2021ના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના રોજ, તે ત્રણ કરોડને વટાવી ગઈ હતી. ગયા વર્ષે, 25 જાન્યુઆરીએ, ચેપના કુલ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.

આપણ  વાંચો- અતીકની હત્યા કેસ મામલે ઓવૈસીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- આ લોકો આતંકવાદી છે

Tags :
Advertisement

.

×