Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Election: ચૂંટણી પંચે VVPAT સ્લિપની કરી ગણતરી, ચોંકાવનારુ પરિણામ આવ્યું સામે

મહારાષ્ટ્ર ચૂંટણી (Maharashtra Election 2024) અંગે વિપક્ષના આરોપો બાદ ચૂંટણી પંચે (election commission of india) 288 વિધાનસભા વિસ્તારોમાં 1440 વીવીપેટ (VVPAT) સ્લિપની તપાસ કરી હતી.
maharashtra election  ચૂંટણી પંચે vvpat સ્લિપની કરી ગણતરી  ચોંકાવનારુ પરિણામ આવ્યું સામે
Advertisement

મુંબઇ : મહારાષ્ટ્ર ચૂંટણી (Maharashtra Election 2024) અંગે વિપક્ષના આરોપો બાદ ચૂંટણી પંચે (election commission of india) 288 વિધાનસભા વિસ્તારોમાં 1440 વીવીપેટ (VVPAT) સ્લિપની તપાસ કરી હતી. જેમાં કોઇ પણ વિસંગતતા જોવા મળી નહોતી. ચૂંટણી પંચ (ECI) નો દાવો છે કે, મહારાષ્ટ્રમાં VVPAT ના આંકડાઓમાં કોઇ જ વિસંગતતા થઇ નથી.

આ પણ વાંચો : IPS Transfer : આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ સરકારનો ગર્ભિત સંદેશ ?

Advertisement

હાલમાં યોજાયેલી ચૂંટણીમાં વિસંગતતાનો વિપક્ષનો દાવો

હાલમાં જ યોજાયેલી મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ઇવીએમ અને વીવીપીએટીની સાથે મેચ કરવામાં આવ્યા અને કૂલ મતના આંકડાઓને મેચ કરતા તેમાંથી કોઇ ખામી સામે આવી નહોતી. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના ટ્વીટ અનુસાર દરેક વિધાનસભા વિસ્તારમાં રેન્ડમ સિલેક્ટ કરાયેલા 5 વીવીપેટ કુપનને ઇવીએમના આંકડા સાથે મેચ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : Diu : સસ્પેન્ડેડ પોલીસકર્મીની શર્મનાક કરતૂત, યુવતીનો પીછો કરી કારમાં ખેંચી અને પછી..!

વીવીપેટની ગણતરીમાં કોઇ વિસંગતતા નહી

મળતી માહિતી અનુસાર 288 વિધાનસભા વિસ્તારોમાં 1440 વીવીપેટ કુપનની તપાસ કરવામાં આવી હતી. તેમાં કોઇ પણ મિસમેચ સામે આવ્યું નહોતં. ચૂંટણી પંચનો દાવો છે કે, મહારાષ્ટ્રમાં વીવીપેટના આંકડામાં કોઇ વિસંગતતા નથી થઇ. જેના માટે કેટલાક રાજનીતિક દળોએ જે ફરિયાદ અને દાવા કર્યા હતા તે યોગ્ય નથી.

આ પણ વાંચો : Rajasthan : બોરવેલમાં ફસાયો માસૂમ બાળક, NDRF, SDRF સહિત અનેક ટીમો તૈનાત...

MVA ગઠબંધનને લગાવ્યો ગોટાળાનો આક્ષેપ

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મહાવિકાસ અઘાડી ગંઠબંધને ઇવીએમમાં ગોટાળાના આક્ષેપ કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં ઇવીએમની સત્યનાને સાબિત કરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ પર મહારાષ્ટ્રના નાંદેડમાં જિલ્લા તંત્ર દ્વારા 75 વીવીપેટ મશીનોના ઇવીએમ પર પડેલા વોટોની સાથે વેરિફિકેશન અને મેચ કરવામાં આવ્યું હતું. જો કે બન્નેના ડેટામાં કોઇ જ પ્રકારની વિસંગતતા જોવા મળી નહોતી.

આ પણ વાંચો : Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 500 થી વધુ સરકારી કર્મચારીઓને અપાશે નિમણૂક પત્ર

કોંગ્રેસે ચૂંટણી પંચને કરી હતી ફરિયાદ

મહારાષ્ટ્રના નાંદેડ લોકસભા સીટ કોંગ્રેસે જીતી હતી, જો કે જિલ્લાની 6 વિધાનસભ સીટો પર કોંગ્રેસ હારી ગઇ હતી. ત્યાર બાદ પાર્ટીએ EVM માં ગોટાળાના આક્ષેપ કરતા ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. મતદાન કેન્દ્રાની પસંદગી ઉમેદવારોના પ્રતિનિધિઓ અને ચૂંટણી નિરિક્ષકની હાજરીમાં લોટરી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ દરેક વિધાનસભા વિસ્તારના 5 VVPAT મશીનોની સ્લિપની ગણતરી કરવામાં આવી હતી. ઇવીએમમાં પડેલા વોટો સાથે તેની સરખામણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અભિજીત રાઉતે જણાવ્યું કે, જિલ્લાના 75 કેન્દ્રો, 30 લોકસભા અને 45 વિધાનસભાના મતની ગણતરીમાં કોઇ પ્રકારનો ગોટાળો સામે આવ્યો નહોતો.

આ પણ વાંચો : Nitish Kumar ની મહિલા સંવાદ યાત્રા પર Lalu Yadav નું વિવાદિત નિવેદન, જુઓ Video

Tags :
Advertisement

.

×