ખુદાએ મને રખેવાળ બનાવ્યો, કોઈ પદની લાલસા નથી; પાકિસ્તાનમાં તખ્તાપલટ વચ્ચે પાક. આર્મી ચીફ આસિમ મુનીર
- તખ્તાપલટની અફવાઓ ખોટી: પાક. આર્મી ચીફ આસિમ મુનીરનું નિવેદન
- ભારતને ધમકી, પાકિસ્તાનનું રક્ષણ: મુનીરનો દેશભક્તિનો દાવો
- શહાદત મારી ઇચ્છા: આસિમ મુનીરનો રાજકીય મહત્વાકાંક્ષાથી ઇનકાર
- પાકિસ્તાનનો ખજાનો ખોલશે ધનવૈભવ: મુનીરનો માઈનિંગ રોડમેપ
- આસિમ મુનીરનો સંદેશ : હું દેશનો રખેવાળ, રાજકારણી નહીં
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે દેશમાં ચાલતી બળવાની (તખ્તાપલટ) અફવાઓને નકારી કાઢી છે. તેમણે દાવો કર્યો કે, "ખુદાએ મને દેશનો રખવાળ બનાવ્યો છે, મને કોઈ પદની લાલસા નથી." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં સેના દ્વારા રાજકીય હસ્તક્ષેપની ચર્ચાઓ જોર પકડી રહી છે. ભારત સામે વારંવાર ઝેર ઓકતા મુનીરે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના સામે હારનો સામનો કર્યો હોવા છતાં, વડાપ્રધાન શહબાઝ શરીફે તેમને ફિલ્ડ માર્શલનું પદ આપ્યું હતું.
"શહાદત એ મારી સૌથી મોટી ઇચ્છા"
પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, જનરલ મુનીરે જણાવ્યું કે તેમની રાજકીય મહત્વાકાંક્ષા નથી અને તેઓ પોતાને દેશના સેવક તરીકે જ જુએ છે. 'જંગ મીડિયા ગ્રૂપ'ના કોલમિસ્ટ સુહૈલ વરાઈચે શનિવારે પ્રકાશિત એક લેખમાં દાવો કર્યો કે મુનીરે અમેરિકાની મુલાકાત બાદ બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાયેલી એક બેઠકમાં આ અંગે વાત કરી હતી. મુનીરે બ્રસેલ્સના એક કાર્યક્રમમાં જણાવ્યું, "હું એક સૈનિક છું, અને મારી સૌથી મોટી ઇચ્છા શહાદત છે."
તખ્તાપલટની અફવાઓ નકારી
મુનીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં સેના દ્વારા તખ્તાપલટની શક્યતાઓની ચર્ચા ચાલી રહી છે. સુહૈલ વરાઈચના કોલમ અનુસાર, મુનીરે બ્રસેલ્સમાં બે કલાકની બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, "રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બદલવાની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે." તેમણે દાવો કર્યો કે આવા દાવાઓ નાગરિક કે સૈન્ય એજન્સીઓ દ્વારા નહીં, પરંતુ એવા લોકો દ્વારા ફેલાવવામાં આવે છે જેઓ દેશની રાજકીય વ્યવસ્થાને અસ્થિર કરવા માંગે છે.
આ પણ વાંચો-‘વોટર અધિકાર યાત્રાનો પ્રારંભ’; રાહુલે કહ્યું- બિહારની ચૂંટણી ચોરી થવા દઈશું નહીં
ભારત અને અફઘાનિસ્તાનને ધમકી
મુનીરે ભારત અને અફઘાનિસ્તાન સામે આકરા આક્ષેપો કર્યા. પાકિસ્તાનના 'ડોન' અખબારે જંગ મીડિયા કોલમનો હવાલો આપતા જણાવ્યું કે મુનીરે ભારતને 'પ્રોક્સી'નો ઉપયોગ કરીને પાકિસ્તાનની શાંતિ ખલેલ પહોંચાડવાની ચેતવણી આપી. તેમણે અફઘાનિસ્તાનને 'તાલિબાનને પાકિસ્તાનમાં ધકેલવા' સામે પણ ચેતવણી આપી, અને જણાવ્યું કે આવું થશે તો જવાબ આપવામાં આવશે. મુનીરે કહ્યું, "અમે વર્ષોથી અફઘાનીઓ પ્રત્યે દયા બતાવી છે, પણ તેઓ ભારત સાથે મળીને અમારી સામે ષડયંત્ર રચી રહ્યા છે."
પાકિસ્તાનને સમૃદ્ધ બનાવવાનો દાવો
મુનીરે પાકિસ્તાનના આર્થિક વિકાસનો મહત્વાકાંક્ષી રોડમેપ પણ રજૂ કર્યો. તેમણે 'ડેલી જંગ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "પાકિસ્તાન પાસે રેર અર્થ મટિરિયલનો ખજાનો છે. આ ખજાનાથી દેશનું દેવું ઘટશે અને પાકિસ્તાન ટૂંક સમયમાં સૌથી સમૃદ્ધ દેશોમાં ગણાશે." તેમણે ખાસ કરીને રેકો ડિક માઈનિંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે આગામી વર્ષથી આ પ્રોજેક્ટ વાર્ષિક ઓછામાં ઓછું બે અબજ ડોલરનો નફો કમાશે, જે દર વર્ષે વધશે.
આ પણ વાંચો- “શું આપણે કોઈની બહેન-દીકરીના CCTV ફૂટેજ શેર કરવા જોઈએ? રાહુલના આરોપો પર ચૂંટણી પંચનો સવાલ”


