Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોર્ટે રાહુલને આપ્યો ઝટકો, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું શું છે પક્ષનો આગળનો પ્લાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આજે સુરત કોર્ટે એકવાર ફરી મોટો ઝટકો લાગ્યો આપ્યો છે. આજે એટલે કે ગુરુવારે સુરતની સેશન્સ કોર્ટ મોદી સરનેમ બદનક્ષી કેસમાં ચુકાદો આપ્યો છે જે મુજબ રાહુલને રાહત મળી નથી. કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી...
કોર્ટે રાહુલને આપ્યો ઝટકો  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું શું છે પક્ષનો આગળનો પ્લાન
Advertisement

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આજે સુરત કોર્ટે એકવાર ફરી મોટો ઝટકો લાગ્યો આપ્યો છે. આજે એટલે કે ગુરુવારે સુરતની સેશન્સ કોર્ટ મોદી સરનેમ બદનક્ષી કેસમાં ચુકાદો આપ્યો છે જે મુજબ રાહુલને રાહત મળી નથી. કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. 2019 માં, રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં મોદી અટકને લઈને ટિપ્પણી કરી હતી, જેના માટે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ કેસમાં રાહુલ ગાંધીને નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવતા અને સજા ફટકારવામાં આવતાં તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય પર રોક લગાવવા માટે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે.

જાણો શું કહ્યું જગદીશ ઠાકોરે

Advertisement

3 એપ્રિલના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવવા માટે અપીલ દાખલ કરી હતી. જોકે, આ અરજીને સુરત કોર્ટે ફગાવી દીધી છે. જે બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, સુરત કોંર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો તેનું આજે જજમેન્ટ આવ્યુ છે, રાહુલ ગાંધીજીની સજાની સામે અમે મનાઈ હુકમની માંગણી કરી હતી અને હવે જ્યારે મનાઈ હુકમ નથી મળ્યો ત્યારે અમારી દિલ્હીની અને ગુજરાતની લિગલ ટીમ બંન્ને સાથે મળીને અમારી પાસે જે સામાન્ય વ્યક્તિને લોકશાહીમાં ન્યાય મેળવવા માટેના અધિકારો છે તે જ અધિકારોનો ઉપયોગ કરીને અમારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોંર્ટ સુધી જવાની જે કોઇ પણ વ્યવસ્થા હોય તેમા જવાનો પ્રયત્ન કરીશું. સંપૂર્ણતઃ ન્યાયપાલિક પર અમને ભરોસો છે.

Advertisement

રાહુલ પાસે હવે શું છે વિકલ્પ?

રાહુલ ગાંધીની અરજી પર સેશન્સ કોર્ટના આજના નિર્ણયને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે જો કોર્ટ રાહુલની માંગણી સ્વીકારે છે અને સજા અને દોષિત ઠેરવવા પર પ્રતિબંધ મૂકે છે તો રાહુલનું સંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે. તાજેતરમાં, લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં પણ આ જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં, મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના દોષી ઠેરવ્યા બાદ ટ્રાયલ કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી ફૈઝલની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. ફૈઝલે નીચલી કોર્ટના નિર્ણય સામે કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેરળ હાઈકોર્ટે મોહમ્મદ ફૈઝલની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી મોહમ્મદ ફૈઝલની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?

રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. તેમણે બંગલો પણ ખાલી કરવો પડ્યો છે. નિયમ મુજબ રાહુલ ગાંધી આગામી 8 વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં. સભ્યપદ પરત મેળવવા માટે રાહુલ ગાંધીને ઉચ્ચ અદાલતમાંથી રાહત મેળવવી પડશે. સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ રાહુલ પાસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. જો કે, સજા પર સસ્પેન્શનનો સમયગાળો પૂરો થવાનો છે, તેથી પૂર્વ સાંસદની કાનૂની ટીમે ઝડપી રાહત માટે પ્રયાસ કરવો પડશે.

આ પણ વાંચો - રાહુલ ગાંધીને મોટો ઝટકો , સુરત કોર્ટે સજા રદ કરવાની અરજી ફગાવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×