India બન્યું છાણ માટે સોનાની ખાણ, વિદેશમાં કરોડમાં ઉઠી માગ
- India માં Dung નો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે થાય છે
- એક વર્ષમાં India એ અન્ય દેશને રુ. 386 કરોડનું Dung વેચ્યું
- 10 દેશોની વાત કરીએ તો માલદીવ પ્રથમ ક્રમે આવે છે
Cow Dung Export : India માં માનવ સભ્યતામાં પ્રાણીઓ અને પશુ-પક્ષીઓને હંમેશાથી ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. India માં પ્રાચીનકાળથી અબોલા પ્રાણીઓ અને પશુ-પક્ષીઓને ધાર્મિક ગ્રંથોમાં દેવી-દેવતાઓનો એક અવિભાજ્ય અંગ ગણાવવામાં આવ્યો છે. ત્યારે India માં વિવિધ પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ સાથે વિવિધ માન્યતાઓ અને પ્રસંગ જોડાયેલા છે. પણ આ બધામાં Cow ને એક ખાસ અને અમૂલ્ય સ્થાન India માં આપવામાં આવ્યું છે.
India માં Dung નો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે થાય છે
India માં Cow નો ઉપયોગ સદીઓથી Milk માટે કરવામાં આવે છે. India માં ખૂણે-ખૂણે અમૂલ Cowનું Milk સૌ લોકો પીતા જોવા મળે છે. તે ઉપરાંત India માં Cow માટે વિવિધ સુવિધાઓ અને સંસ્થાઓ તૈયાર કરવામાં આવી છે. જેના માધ્યમથી દેશમાં Cow નું રક્ષણ કરવામાં આવે છે. તો India માં Cow ના Milk સાથે તેના Dung નો પણ ખાસ રીતે ઉપયોગ કરવામાં આવે છે. India માં Dung નો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે થાય છે.
આ પણ વાંચો: Cobra snake ને આ દેશમાં લોકો મોમોઝ અને નૂડલ્પની જેમ ખાઈ છે, જુઓ Video
એક વર્ષમાં India એ અન્ય દેશને રુ. 386 કરોડનું Dung વેચ્યું
જોકે હવે આ ટ્રેન્ડ વિદેશમાં પણ શરૂ થયો છે. Cow ના Dung ની પણ ભારે માંગ છે. તો હવે, India Cow ના Dung ની નિકાસ કરે છે. ચીન અને અમેરિકાની સાથે કેટલાક આરબ દેશો પણ આ દેશોમાં સામેલ છે. એક્ઝિમ્પીડિયાના રિપોર્ટ અનુસાર, વર્ષ 2023-24 માં India એ કુલ 125 કરોડ રૂપિયાના તાજા Dung ની નિકાસ કરી હતી. આ ઉપરાંત 173.57 કરોડ રૂપિયાના Dung માંથી બનાવેલ ખાતરની નિકાસ કરવામાં આવી હતી. રૂ. 88.02 કરોડના Cowના Dung ની કમ્પોસ્ટ તરીકે નિકાસ કરવામાં આવી હતી. જો આ આખો આંકડો ઉમેરીએ તો તે અંદાજે રૂ. 386 કરોડ થશે. એટલે કે એક વર્ષમાં India એ અન્ય દેશોને 386 કરોડ રૂપિયાનું Dung વેચ્યું હતું.
10 દેશોની વાત કરીએ તો માલદીવ પ્રથમ ક્રમે આવે છે
જો આપણે India પાસેથી Cowનું Dung ખરીદનારા ટોપ 10 દેશોની વાત કરીએ તો માલદીવ પ્રથમ ક્રમે આવે છે. આ પછી અમેરિકાનો આવે છે. આ યાદીમાં સિંગાપોર ત્રીજા નંબરે છે. ચીન ચોથા નંબરે અને નેપાળ પાંચમા નંબરે છે. Cowનું Dung ખરીદનારા દેશોની યાદીમાં બ્રાઝિલ છઠ્ઠા નંબરે અને આર્જેન્ટિના સાતમા નંબરે છે. ઓસ્ટ્રેલિયા આઠમા નંબરે અને કુવૈત નવમા નંબરે છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) 10 માં નંબરે છે.
આ પણ વાંચો: Bihar Student Protest માં વિદ્યાર્થીઓ સાથે ખાન સર જોડાયા, કહ્યું કે...


