Palanpur : થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ : ઈજ્જત બચાવવા યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ
- Palanpur થ્રી એલિવેટેડ બ્રિજમાં તિરાડ : ટ્રાફિક બંધ, રિપેરિંગ ઝડપથી શરૂ
- 89.10 કરોડનો પાલનપુર બ્રિજ ચિરાયો : યુદ્ધના ધોરણે સમારકામ
- ગુજરાતનો પ્રથમ થ્રી-લેગ બ્રિજ ખતરામાં: પાલનપુરમાં તિરાડ, વાહનો પર પ્રતિબંધ
- પાલનપુર એલિવેટેડ બ્રિજની દયનીય હાલત: ચિરાયેલા સ્લેબનું રિપેરિંગ, ટ્રાફિક ડાયવર્ટ
- ભાદરવા પૂનમ બાદ ફરી ચર્ચામાં પાલનપુર બ્રિજ: તિરાડે ઉભા કર્યા ગુણવત્તાના સવાલો
Palanpur: ગુજરાતના પાલનપુર-મહેસાણા (Palanpur) પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજની દયનીય દશા સામે આવી છે. ગયા વર્ષે 12 સપ્ટેમ્બર 2024ના રોજ ભાદરવા પૂનમના મેળાના શરૂઆતના દિવસોમાં 89.10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા એલિવિટેડ બ્રિજને ખુલ્લો મૂકાવામાં આવ્યો હતો. આ બ્રિજ જે ભારતનો બીજો અને ગુજરાતનો પ્રથમ થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ છે, તેના એક સ્લેબમાં મોટી તિરાડ પડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર બ્રિજ પરના એક ભાગનો ટ્રાફિક બંધ કરી દેવાયો છે. તો યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
89 કરોડના બ્રિજમાં એક વર્ષમાં જ મસમોટી તિરાડ પડી ગઈ
આજે એટલે કે 11 સપ્ટેમ્બર બ્રિજના સ્લેબમાં મોટી તિરાડ પડી હોવાનું એકાએક ધ્યાને આવ્યું હતુ. આ તિરાડ અંગેના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં તંત્ર ઓચિંતુ જાગ્યું હતું. તંત્રએ ચૂપચાપ કોઈને ખ્યાલ ન આવે તેવી રીતે બ્રિજની રિપેરિંગની કામગીરી ચાલું કરી દીધી છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટાઓએ તેમની પોલ ખોલી નાંખી હતી.
આ તિરાડ વરસાદ અને વાહનોના સતત વજનને કારણે ઉદ્ભવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માત્ર એક જ વર્ષમાં તિરાડ પડતાં બ્રિજની ડિઝાઇન અને નિર્માણમાં ખામી હોવાની શંકા ઉભી થઈ છે. આ બ્રિજ જે જમીનથી 17 મીટર ઊંચો છે અને 1700 મીટર લાંબો છે, પાલનપુરને આબુ, અંબાજી અને અમદાવાદ સાથે જોડે છે. આ બ્રિજ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ માનવામાં આવતું હતું, પરંતુ આ ઘટનાએ તેની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ બ્રિજના નિર્માણ દરમિયાન પણ એક દુઃખદ ઘટના બની હતી. નવેમ્બર 2023માં ગર્ડર તૂટી પડવાના કારણે બે રિક્ષા ચાલકો (વિક્રમસિંહ રાઠોડ, 28, અને રાજુ પટેલ, 35)નું મોત થયું હતું. 3-4 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ નિર્માણની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો પર પહેલેથી જ ચર્ચા ઉભી કરી હતી. હવે આ તાજી ઘટનાએ ફરી એકવાર ચિંતા વધારી છે.
શું ભરવામાં આવ્યા તાત્કાલિક પગલાં
ટ્રાફિક બંધ : જિલ્લા ટ્રાફિક પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પરનો મોટા સાધનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આબુ અને અંબાજી જવા માટેના વાહનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હોય તેવા કોઈ જ સમાચાર સામે આવી રહ્યા નથી.
ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દશાના કારણે આવ્યો ચર્ચામાં
ગુજરાતના પહેલા થ્રી લેગ એલિવેટેડ બ્રિજની દયનીય દશા
પાલનપુરમાં બ્રિજમાં તિરાડો પડતા ટ્રાફિક બંધ કરી દેવાયો
સુરક્ષાના કારણોસર બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો
આબુ-અંબાજી જવા બ્રિજ પરથી વાહનોને જવાની મનાઈ
પાલનપુરમાં જમીનથી 17 ફૂટ… pic.twitter.com/Auqs1FItSL— Gujarat First (@GujaratFirst) September 11, 2025
ઈજ્જત બચાવવા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ
રિપેરિંગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેથી બ્રિજના એક ભાગનું ટ્રાફિક બંધ કરવામાં આવ્યું છે. બ્રિજનો એક ભાગ ચિરાઈ ગયો હોવા છતાં એક તરફનું ટ્રાફિક ચાલું રાખવામાં આવ્યું છે. જે ભયંકર સાબિત થઈ શકે છે. મળી રહેલા સમાચાર અનુસાર, હાલમાં યુદ્ધના ધોરણે બ્રિજના તૂટી ગયેલા ભાગનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોટા સાધનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
અગાઉ બ્રિજના સ્લેબ પડવાના કારણે બે આશાસ્પદ યુવકોના મોત થયા હતા
આ ઘટનાએ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ 2022માં મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. હવે આ ઘટનાએ રાજ્યમાં બ્રિજોની ટકાઉપણું અંગે ચિંતા વધારી છે. હજું એક વર્ષ પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો થ્રી એલિવેટેડ બ્રીજના એક ભાગમાં મસમોટી તિરાડ ગંભીર બાબત ગણી શકાય છે.
બ્રિજ બનાવનાર કંપની અને તેમના માલિક વિશે ટૂંકમાં
પાલનપુર થ્રી એલિવેટેડ બ્રિજ (આરટીઓ સર્કલ, પાલનપુર, ગુજરાત ખાતેનો ત્રણ પગવાળો એલિવેટેડ રોટરી ફ્લાયઓવર) જીપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ₹89 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ અને ચેન્નાઈ બાદ ભારતનો બીજો આવો બ્રિજ છે, જેનું 12 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉદ્ઘાટન થયો. આ બ્રિજ નેશનલ હાઈવે 58 અને 27ને જોડે છે, જે અંબાજી અને આબુ રોડના ટ્રાફિકને સરળ બનાવે છે. તેમાં 79 થાંભલા, 180 કોન્ક્રીટ ગર્ડર, 32 સ્ટીલ ગર્ડર છે અને એક લેગ 1,700 મીટર લાંબો છે, જેમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3,600 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે.
આ પ્રોજેક્ટનું કોન્ટ્રાક્ટ 2021માં ગુજરાત સ્થિત જીપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યું હતું. પરંતુ ઓક્ટોબર 2023માં બાંધકામ દરમિયાન એક ભાગ ધરાશાયી થયો જેમાં બે લોકોના મોત થયા. રાજ્ય સરકારે કંપનીને બ્લેકલિસ્ટ કરીને બે ઈજનેરોને સસ્પેન્ડ કર્યા અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટને પ્રતિબંધિત કર્યા. કંપનીએ નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હોવાનો ઇનકાર કર્યો અને આ ઘટનાને મિકેનિકલ નિષ્ફળતાને હોવાનું કારણ દર્શાવ્યું. બાદમાં કામ ફરી શરૂ થયું અને બ્રિજ પૂર્ણ થયો.
કંપનીના મુખ્ય ડિરેક્ટર્સ : દલજીભાઈ પથીભાઈ ચૌધરી, દોલીબેન ગણેશભાઈ ચૌધરી, ગણેશભાઈ પરથીભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ ઘેમરભાઈ પટેલ, પરથ ગણેશભાઈ ચૌધરી, તખીબેન દલજીભાઈ ચૌધરી અને વિપુલ દલજીભાઈ ચૌધરી.
વિવાદો અને બ્લેકલિસ્ટિંગ
2016-17: જીપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નબળી ગુણવત્તાના રોડ બાંધકામ માટે બ્લેકલિસ્ટ કરાઈ હતી. તેના દ્વારા બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ ચોમાસામાં ખુબ જ ખરાબ રીતે તૂટી ગયા હતા.
2021: બ્લેકલિસ્ટ હોવા છતાં ₹80 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો, વિના ઓપન બિડિંગ.
2023: ઓક્ટોબરમાં પાલનપુર બ્રિજના એક ભાગનું કોલેપ્સ, જેમાં 2 લોકોના મોત. ગુજરાત સરકારે કંપનીને બ્લેકલિસ્ટ કરી, 2 R&B ઈજનેરોને સસ્પેન્ડ કર્યા અને કન્સલ્ટન્ટ મેકવે મેનેજમેન્ટને ડી બાર કર્યું.
2025 અપડેટ: કેસ હજુ ચાલુ છે, કંપની અથવા ડિરેક્ટરોને વધુ સજા નથી મળી. પબ્લિક આઉટરેજ પછી સરકારે નબળી કામગીરીની નોંધ લીધી પરંતુ ખુલ્લા બિડિંગ વિના કોન્ટ્રાક્ટ આપવા પર સવાલો ઉભા થયા.
આ પણ વાંચો-Banaskantha : CM ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, સાંસદ ગેનીબેન ઠાકોરે કરી આ માગ


