Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્નીથી લઇને શિક્ષણમંત્રી સુધીની RivabaJadeja ની રાજકીય  સફર

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર અને 2019માં ભાજપમાં જોડાયેલા રીવાબાને જામનગર ઉત્તર બેઠક પર જંગી વિજય બાદ, હવે રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)ના મંત્રી તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્નીથી લઇને શિક્ષણમંત્રી સુધીની rivabajadeja ની રાજકીય  સફર
Advertisement
  • ક્રિકેટર Rivaba Jadeja ની પત્ની રીવાબા રાજ્યકક્ષાના મંત્રી બન્યા
  • રીવાબાને શિક્ષણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે
  • રીવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની રાજકીય સફર અદભુત રહી છે. આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત શપથ સમારોહમાં તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા, અને ત્યારબાદ તેમને કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણીમાં શિક્ષણ વિભાગની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રીવાબાની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કે તેઓ માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળાથી જ સક્રિય રાજકારણમાં છે, અને યુવા નેતા તરીકે તેમને રાજ્યની ભાજપ સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

Rivaba Jadeja એ મિકેનિકલ એન્જિનિયરિંગનો કર્યો છે અભ્યાસ

રીવાબાનો જન્મ ૫ સપ્ટેમ્બર 1990 ના રોજ થયો હતો. તેમણે રાજકોટમાં આવેલી આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. 17 એપ્રિલ, 2016ના રોજ તેમણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રાજકારણમાં આવતા પહેલા તેઓ રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાની મહિલા પાંખના વડા તરીકે સેવા આપી ચૂક્યા હતા અને 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં ઔપચારિક પ્રવેશ કર્યો હતો. રીવાબા જાડેજા સક્રિય સમાજ સેવક પણ છે. તેઓ 'શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ' નામનું NGO ચલાવે છે, જેનું મુખ્ય ધ્યાન મહિલા સશક્તિકરણ અને તેમને મદદ કરવા પર કેન્દ્રિત છે. ભાજપમાં જોડાયા પછી, તેઓ જામનગરની આસપાસના ગામડાઓમાં સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, સેનિટરી નેપકિન્સનું વિતરણ કરવા અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવવામાં મદદ કરવા જેવા લોક-ઉપયોગી કાર્યોમાં સક્રિય રહ્યા છે.ભાજપ સરકારે તેમને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી બનાવ્યા છે.

Advertisement

Rivaba Jadeja જંગી બહુમતીથી જીત્યા હતા

રીવાબાને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જામનગર ઉત્તર મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસન કરમુરને 53,570 થી વધુ મતોની જંગી સરસાઈ સાથે હરાવી વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. હવે તેમને રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ) તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:   કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી harsha sanghvi એ આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું....

Tags :
Advertisement

.

×